________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાનો સાગર
તે વખતે એમની સાથે દોડેલા સહુએ જ્ઞાની ગુરુના કરુણાભીના અંતરનો અનુભવ કર્યો.
સૂરિજી જ્યાં જ્યાં જતા, ત્યાં પાંજરાપોળમાં જઈને જાતે તપાસ કરતા. પશુઓ તે તેમને પ્રાણની માફક પ્યારાં હતાં. ગાયને માતારૂપે જોતા. ઘણી વાર કહેતા પણ ખરા કે પશુઓએ મનુષ્ય પર કેવા કેવા ઉપકાર કર્યા છે અને સ્વાથી મનુષ્ય ગરજ સર્યા પછી કેવી અપકારી રીતે વર્તે છે.
જગતમાં માનવી બધું તજી શકે છે અને બધું મેળવી શકે છે, પણ જનની અને જન્મભૂમિને કદી તજી શકતો નથી અને તજેલી કદી મેળવી શકતો નથી.
એકવાર સૂરિજી પોતાના વતનની આસપાસના વિસ્તારોમાં ઘૂમતા હતા. મહુડીનાં આ કાતરોમાં નિર્દોષ બાળપણની કેટલીય મોજ માણી હતી. એની હવામાં એક જુદી જ તાજગીનો અનુભવ થતો.
For Private And Personal Use Only