________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ચૂક્યો અને ઊંડા કતરમાં ગબડી પડયો. સૂરિજીએ એની પાછળ છે કૂતરાઓને દોડતા જોયા. આ જોતાં જ કરુણાભીના અવાજે સૂરિજીએ બૂમ પાડીને કહ્યું : “વકીલજી, જલદી દોડે. જલદી દોડો. પેલા ડાઘિયા કૂતરાં બિચારા વાંદરાને ફાડી ખાશે.”
આટલું બોલીને સૂરિજી પોતે જબરજસ્ત દંડ ઉપાડીને વાંદરાને બચાવવા દોડ્યા. કોતરોને ચઢાણ અને ઢોળાવવાળો રસ્તો હતો. સૂરિજી ઠેકતા અને કૂદતા દોડવા લાગ્યા. આવી પાંચેક નાની ટેકરીઓ વટાવીને ઊંડા કેતરમાં ઊતરી પડી છેક વાંદરા પાસે પહોંચી ગયા, પણ તે પહેલા તે કૂતરાઓએ કામ તમામ કરી નાખ્યું હતું. યોગીની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. તેઓએ કૂતરાઓએ પીંખી નાખેલા વાંદરા પાસે જઈ કાનમાં પુણ્યમંત્ર સંભળાવ્યો, અંતે ગગદ કંઠે બેલ્યા : “હે જીવ ! તારી શુભ ગતિ થાઓ !”
--
-
-
-
For Private And Personal Use Only