________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
~~~~~~~~~
~
~~~~~~~~~~
~
~
~
~~~~
~~~~~~~~
કરુણાનો સાગર એકાંતમાં વાર્તાલાપ કરવાની તેમજ વ્યાખ્યાન સિવાય એમના સ્થાનકમાં આવવાની મનાઈ હતી. આમ છતાં એમનાં વ્યાખ્યામાં સ્ત્રી-સમાજ તરફને એમનો ઊંડે આદર દેખાઈ આવતે.
જીભના સ્વાદને તે એમણે પહેલેથી વશ કર્યો હતો. કણબીના આ સંતાને બાળપણથી જ રાત્રિભજનનો ત્યાગ કર્યો હતો. લસણ અને ડુંગળી તજવાને પરિણામે ઘણીવાર ભૂખ્યા રહીને દિવસે કાઢયા હતા. કયારેક કાચા ઘઉ કે કાચી બાજરી ચાવીને પાણી પી લઈ પેટની આગ બુઝાવી હતી. સાધુ થયા પછી તો જે આહાર મળે તે બધા એક જ પાત્રમાં ભેગું કરીને ખાઈ લેતા. તેઓ સવારમાં ચા, બપોરે ભોજન અને સાંજે વાળુ એમ ત્રણ વખત ભજન લેતા નહિ. ચોવીસ કલાકમાં બસ એક જ વાર ખાવાનું ! પછી જમવાની કેઈ પળોજણ નહિ.
વિ. સં. ૧૯૫૬માં સૂરિજી માણસામાં આવ્યા
For Private And Personal Use Only