________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાને સાગર
૧૫૯ ઉપાધિથી દૂર રહેવા યત્ન કરવો. “પ્રારબ્ધ કર્મયોગે થતી વેદનીય–ઉપસર્ગ આદિને સહન કરવા સમતાભાવ રાખવો.
અભિનવ જ્ઞાન ખીલે એવાં ધાર્મિક પુસ્તકનું વાચન કરવું.
વિ. સં. ૧૯૭૦માં પેથાપુરને શ્રીસંઘ શ્રી બુદ્ધિસાગરજીને આચાર્યની પદવી આપે છે. માગશર સુદ પૂર્ણિમાના શુભ દિને ચતુર્વિધ સંઘે તેઓને આચાર્ય તરીકે જાહેર કર્યો. સાધુજીવનમાં આચાર્ય પદવી એ ઘણો મોટો બનાવ કહેવાય. પરંતુ આ નિઃસ્પૃહી સાધુએ પોતાની ડાયરીમાં આ અંગેની વાત માત્ર એક જ લીટીમાં લખી છે ! તેઓ નોંધે છે–
સંવત ૧૯૭૦માં માગશર સુદ પૂર્ણિમા, શનિવાર, તા. ૧૩-૧૨-'૧૩ ચતુર્વિધ સંઘ સમક્ષ અનેક ગામ-શહેરના શ્રાવકે અને શ્રાવિકાઓની સંમતિ અને આગ્રહથી આચાર્યપદ, વ્યવહારે,
For Private And Personal Use Only