________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી અનેક સંજોગોમાં, અપેક્ષાએ, પેથાપુરમાં ગ્રહણ કર્યું.”
આટલી નોંધ લખીને તેઓ પેથાપુર અને સાબરમતીના સૃષ્ટિસૌંદર્યનું વર્ણન કરે છે અને પોતે કયાં કયાં ધ્યાનસમાધિ લગાવી તેની નોંધ કરે છે.
કેવી અનેખી છે એમની નમ્રતા અને અનાસક્તિ! ન કેાઈ પદવીની લાલસા, ન પદપ્રાપ્તિને હરખ. જીવનને સમતાભાવે જીવવા ચાહતા સાધુને માટે તો સમતા એ જ શણગાર. સુખ કે દુ:ખમાં ચિત્તની. એકસરખી સ્વસ્થતા એ જ સદાને આનંદ.
સુરતમાં એક ધનિક સજજનના ઘર-દેરાસરમાં પૂજા ભણાવાતી હતી. એણે મોંઘેરા હીરાની મનોરમ આંગી રચી હતી. આચાર્યશ્રી બુદ્ધિસાગરજી પ્રભુ સામે ભાવથી પૂજા ભણાવી રહ્યા હતા. એવામાં એક મુનિરાજે આંગીના વખાણ કરતાં આચાર્યશ્રીને કહ્યું :
F
For Private And Personal Use Only