________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાને સાગર
૧પ૭ હોવાથી તેઓ આજાન બાહુ મહાપુરુષ લેખાય છે. આટલા લાંબા હાથ એ સાચી મોટાઈનું લક્ષણ લેખાય છે. એમના હાથ–પગના અઢારે આંગળા પર ચંદ્ર છે. એ સંતના પહાડી અવાજમાં વીરતાને ધબકાર છે, તો કોમળ હૃદયમાં કરુણુ અને કવિતાની ભીની-ભીની સરવાણી વહે છે. કસાયેલા મજબૂત દેહ પર આત્માની કાંતિ વિલસે છે. તેઓ સદા મસ્ત સાધકની મસ્તીમાં ડૂબેલા રહે છે. એમના વર્તનમાં સાચા યોગીની જગત તરફની બેપરવાહી દેખાય છે.
તેઓ વ્યાખ્યાન કરે છે, ઉપદેશ આપે છે, સામાજિક સુધારણા માટે ઝઝૂમે છે, ચિંતનથી ભરપૂર ગ્રંથો લખે છે, ધ્યાન કરીને આત્માને પંથે સતત પ્રયાણ ચાલે છે, છતાં આ જાગૃત સાધુ પોતાનું ધ્યેય કયારેય ચૂકતા નથી. સતત સાવધાન રહીને આત્મનિરીક્ષણ કરે છે. ડાયરીમાં એની નોંધ કરે છે, ભૂતકાળમાંથી બોધપાઠ લે છે અને ભવિષ્યને ઘડે છે.
For Private And Personal Use Only