________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ધન હતું. ગુણ એ જ એમની શોભા હતી.
કેટલીક સ્ત્રીએ બહેચરદાસને પીઠી ચોળવા આવી હતી. બહેચરદાસે એમને નમસ્કાર કરીને કહ્યું,
મારી માતાઓ અને બહેનો, આ દેહ પર પીઠી ચાળવાની કેાઈ જરૂર નથી. આત્મા પર તો આજે આપોઆપ પીઠીને પીળો રંગ ચડી રહ્યો છે. દસ વર્ષથી સ્ત્રી–સ્પર્શની મારે બાધા છે. હવે થોડા વખત માટે એને ભંગ કર ઉચિત નથી.”
પીઠી ચેાળવા આવેલી શ્રાવિકાઓ નતમસ્તકે ચાલી ગઈ
વિ. સં. ૧૯૫૭ના માગસર સુદ છઠ્ઠને એ દિવસ હતા. એ દિવસે દીક્ષા મહોત્સવનાં વાજાં વાગ્યાં. વરઘોડો ચડયો. બહેચરદાસ હાથીની અંબાડીમાં બેઠા. સરખેસરખી સાહેલીઓએ કંઠ-ઝંકાર કર્યો. જયજયકારના ધ્વનિ સાથે યાત્રા ચાલુ થઈપણ બહેચરદાસ હાથીના હોદે માત્ર બેઠા હતા એટલું જ, એમનું
For Private And Personal Use Only