________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગલમય પરિવર્તન
૧૪૯ દેવ રવિસાગરજી મહારાજના શિષ્ય સુખસાગરજી મહારાજે પૂછ્યું.
એકદમ નથી. વર્ષોના વિચારને આજે આચારમાં મૂકવાની વેળા આવી છે. નિર્ણય કરી ચૂક્યો છું. પહેલા મુહૂર્ત ને પહેલી પળે ભગવતી દીક્ષા અંગીકાર કરવી છે.”
કોઈની રજા, કોઈની મંજૂરી નથી લેવાની?”
રજા અને મંજૂરી સહુની લઈને આવ્યો છું, ગુરૂદેવ !”
સુખસાગરજી મહારાજ બહેચરદાસને વર્ષોથી ઓળખતા હતા. એમને એમના અગાધ જ્ઞાનનો પરિચય હતા, એમની સાધનાની પણ જાણકારી હતી. એમણે તરત જ મંજૂરી આપી.
પાલનપુર શહેરમાં દીક્ષાના ઉત્સવને રંગ વધતો જતો હતો. કુમકુમના છાંટણવાળી કંકોત્રી ગામેગામ પહોંચી ગઈ હતી. ભાવિકજને આનંદના
=
=
===
For Private And Personal Use Only