________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
૧૪૮
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી અંતરમાં પડઘા પડતા હતા.
“તને મનુષ્યદેહ મળ્યો, સારો દેશ મળે, સારું કુળ મળ્યું, સારું શરીર મળ્યું. હવે મહામહેનતે પ્રાપ્ત કરેલા મનુષ્ય જીવનને ધર્મથી શોભાવી જાણુ. ધર્મ આચરવામાં ઘડીનીય ગફલત ન ચાલે. પળને પણ પ્રમાદ ન પાલવે.
ભગવાન મહાવીરે પોતાના શિષ્ય ગૌતમને કહેલાં એ વચનોની ભરતી બહેચરદાસના હૈયામાં ઊભરાતી હતી. એમનું અંતર પોકારતું હતું, “અરે હવે ઘડીનેય વિલંબ ન કરીશ. સાગર ભરતીએ હોય ત્યારે જ નાવ છોડી મૂકવામાં મજા છે. ઊઠા દે લંગર, છોડ દે નૈયા ! '
તેઓ તરત પાલનપુર પહોંચ્યા.
એમણે વિનંતી કરી : “મહારાજ, મને દીક્ષા આપ.”
કેમ એકદમ?” પાલનપુરમાં બિરાજતા ગુરૂ
J62
For Private And Personal Use Only