________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
બાળકના બુદ્ધિસાગરસૂરિજી સુખમાં મને શ્રદ્ધા રહી નથી. બ્રહ્મચર્યનું વ્રત તો મેં ક્યારનુંય લઈ લીધું છે.”
તે સંસારમાં બ્રહ્મચારી બનીને રહેજો ને ! શ્રાવકનાં બાર વ્રત ધારણ કરે છે?” બહેને એક અજબ દલીલ કરી.
સંસારમાં રહી બ્રહ્મચર્યનું પાલન કરવું, શ્રાવકનાં બાર વ્રત ધારણ કરીને રહેવું, એના કરતાં તો ત્યાગી થઈને, આત્માની શુદ્ધિ કરીને જન્મ–મરણના ફેરામાંથી આત્માને મુક્ત કરવાનો ધર્મપુરુષાર્થ શા માટે ન કરું ? બહેન, મને તો એની જ લગની લાગી છે.
અરે પણ સાધુ થવામાં તે ભારે દુ:ખ છે.” વીજીબહેનના પતિ લલ્લુભાઈએ કહ્યું.
“સાચી વાત. સંસાર જે દુ:ખથી ભાગે છે એ દુ:ખને સામે પગલે વધાવીશું. સંસારને મહેલમાળિયાં ખપે છે, અમે જંગલને જગાડીશું. જગતમાં ખાવાને ઝઘડા થાય છે. મારે ભૂખના વૈભવને માણવા
For Private And Personal Use Only