________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
-
~
એકલે જાને રે છે. સંસારના ભાગમાં સુખ માનનાર અંતે ભેગનો રોગી બને છે. મારે તે તપ-ત્યાગના તેજને અપનાવવું છે.”
બહેચરદાસ મનોમન સંસારનાં બંધનો છેદી રહ્યાં હતાં.
વિજાપુર આવ્યા પછી એમણે પ્રકાશને પંથે જવાનો પોતાનો નિર્ણય શેઠ નથુભાઈને જણાવ્યુંઅને એ માટે સૌપ્રથમ પોતાના આ ધર્મપિતાની રજા માગી. એમણે બહેચરદાસની યોગ્યતા જોઈ હતી, માટે મંજૂરી આપી. પછી બહેચરદાસ જડાવકાકીની રજા માગવા ગયા. એમના દીકરી વીજીબહેને તે કયારનીય બહેરદાસના નિર્ણયની જાણ પોતાની માતાને કરી દીધી હતી. માતાએ મૂંગે મેં એ અંતરની આશિષ આપી. ને તે પછી બહેચરદાસ કણબીના માઢમાં ગયા. ત્યાં એમણે ભાઈ – બહેનને ભેગાં કર્યા, ને સગાં –
For Private And Personal Use Only