________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રડવું શાને? શોક કોનો?
૧૩ છાતી ફાટી ન પડે તો થાય શું? લાગણી તો આને કહેવાય.”
બીજાએ વળી પોતાની વાત કરતાં કહ્યું, “મારા બાપા ગુજરી ગયા પછી મેં એવી તો પોક મૂકી હતી કે રસ્તે ચાલનારની આંખમાં આંસુ આવી ગયાં હતાં.
એક ગામડા ગામમાં અને તેય કણબીવાસમાં મતનું માતમ ન પળાય તે કેમ ચાલે?
પણ બહેચરદાસની દશા સાવ જુદી હતી. એ તે સાધુતાની ભૂમિકાએ પહોંચી ગયા હતા. ક્ષણિક સંસારના સંબંધો તાજીને પરમાત્મા સાથે સનાતન સંબંધ બાંધવાના એમના ભાવ હતા. એમણે સાચા જીવનને જોયું હતું. મૃત્યુને ઓળખ્યું હતું. વળી આ સંબંધીઓને અંતરના રુદનની ઓળખ નહોતી અને તેમના જેવું ખાલી રુદન કરવાનું બહેચરદાસને આવડતું નહોતું.
s
-
1
:::
For Private And Personal Use Only