________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪.
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી કલ્યાણની ઝંખના જાગે.
સંસાર જમે ને પોતે ભૂખ્યા રહે, સંસાર ફૂલ પર ચાલે ને પોતે કાંટા પર ચાલે, એવું અજબ જેવું જીવન જીવવાના એમના કેડ હતા.
- બાપ શિવા પટેલ અને દીકરા બહેચર બેયના રસ્તા જુદા, દિશાઓ સાવ વેગળી, છતાં બાપને દીકરાની ફિકર. દીકરાને બાપની ચિંતા. બંનેની દિશા જુદી હતી, પણ અંતરનાં વહાલ તો એટલાં જ હતાં. શિવા પટેલની દુનિયા ખેતરની વાડ સુધી હતી, જ્યારે બહેચરની ઈચ્છા તે આતમનાં ઊંડાણ વીંધીને અગોચર દુનિયામાં વિહરવાની હતી. એકની નજર દુનિયાની દોલત પર હતી, બીજાની નજર અંતરની અમીરાત ભણી હતી.
બહેચરદાસને આ દુનિયાદારી સહેજે પસંદ ન હતી. કયારેક શિવા પટેલ સાથે થોડો વિવાદ પણ થતો, છતાં આ સાક્ષર પુત્રે પિતાના મનને રાજી
E
For Private And Personal Use Only