SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ બાળકોના બુદ્ધિસાગરસૂરિજી બહેચરદાસ તેમની પાસે ને પાસે રહેતા હતા. સવારમાં જ નવસ્મરણ સંભળાવે, રાતે વૈરાગ્ય અને આધ્યાત્મજ્ઞાનથી ભરેલી સઝાયો સંભળાવે. માંદગી વધતી ચાલી, એમ રવિસાગરજી મહારાજને આત્માનંદ વધતો ચાલ્યો. એમણે ભક્ત બહેચરદાસને જરા પાસે બેલાવીને કહ્યું : “બહેચર, તારી કંઈ ઈચ્છા છે? મોકળે મને માંગી લે.” બહેચરદાસે હાથ જોડીને કહ્યું : “ગુરુદેવ ! મારા અંતરની ઈચ્છાને આપ જ જગાવનારા છે. પરમાત્માની પિછાન થાય એ જ મારા જીવનની મુખ્ય ઝંખના છે.” - ગુરુદેવના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. એમણે કહ્યું : “બહેચર, તને જરૂર આત્મદશા પ્રાપ્ત થશે. તારું કલ્યાણ થાઓ !” બહેચરદાસ ગુરુકૃપાને અનુભવ કરવા લાગ્યા. પણ એ જ સં. ૧૯૫૪ના જેઠ વદ અગિયારશની - દ્રd 9 * its: For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy