________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત પંખેરું
૧૧૭ સર્જન કરતો હતો અને આત્મધર્મને આહલેક પોકારતો હતો.
રોગ ઉગ્ર થતો ચાલ્યો. બહેચરદાસ રાત-દિવસ ભૂલીને ગુરુસેવામાં રત રહેવા લાગ્યા. એક દિવસ બપોરના સમયે ગુરુજીએ પોતાની નવકારવાળી બહેચરને આપતાં કહ્યું : “લે, આ મારી નવકારવાળી. તું એને ગણ્યા કરજે, જેથી તારા આત્મામાં અનુભવજ્ઞાન પ્રગટશે. સૂર્ય ઉપર વાદળાં આવીને જેમ વીખરાઈ જાય તેમ તારા ઉપરનાં સંકટના વાદળા વીખરાઈ જશે.”
જન્મ-મરણના ફેરા ટાળનારી આ અણુમેલ ભેટ હતી. ભવની ભાવઠ ભાંગનારી આ ઔષધિ હતી. બહેચરદાસે નતમસ્તકે એને સ્વીકાર કર્યો.
કાળની શીશીમાંથી સમયની રેતી સરી રહી હતી. મહારાજે ભાખેલા સત્તાવીસ દિવસેમાંથી ઘણુંખરા દિવસે પસાર થઈ ગયા હતા.
S.
For Private And Personal Use Only