________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત પંખેરું
૧૧૫ માંથી પોતાના પ્રયાણની ઘડીઓ નજીક આવતાં એક વાર રવિસાગરજી મહારાજે પોતાના પરમ શિષ્યને પૂછયું : “બહેચર, હવે મારી વિદાયની વેળા નજીક આવી છે. શું તું સાધુ થવા ઈચછે છે?”
ગુરુ અને શિષ્ય વચ્ચે ગાઢ સ્નેહભાવ હતો. મીઠા દિલને નિખાલસ સંબંધ હતો. બહેચરદાસે કહ્યું : “ગુરુદેવ, હમણાં તો મારી ઈચ્છા નથી. એમાં પણ મારાં માતાપિતા જીવે છે, ત્યાં સુધી તે હું દીક્ષા લેવા માગતો નથી.'
વૃદ્ધ ગુરુએ કોઈ ભવિષ્યવાણી ભાખતા હોય તેમ કહ્યું : “બહેચર, મારું હૃદય કહે છે કે તું જરૂર દીક્ષા લઈશ. મારી પાછળ તું પાકીશ.
ગુરુદેવ, ભવિષ્યમાં જે બને તે ખરું.' વાત આટલેથી જ અટકી ગઈ. શ્રી રવિસાગરજી મહારાજ બહેચરની ઈચ્છા હોય તો જ એને દીક્ષા આપવા માગતા હતા.
=
=
==
=====
=====
==
ક
For Private And Personal Use Only