________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwwwwwwwwwwwww
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી સહવાસ, નિત્ય પરિચય અને નિત્ય સેવાભક્તિની બહેચરદાસને સેનેરી તક મળી. ગુરુદેવ બહેચરદાસને શિખામણ આપતા, ધર્મ વિશેની શંકાઓનું સમાધાન કરતા. કર્મ, આત્મા અને પરમાત્માની સમજણ આપતા.
લાંબી માંદગી અને વૃદ્ધાવસ્થાને કારણે શ્રી રવિસાગરજી મહારાજ છેલ્લાં છ વર્ષથી મહેસાણ ગામને જ પાવન કરી રહ્યા હતા. એમના આ સ્થિર વાસે મહેસાણુ સંધની શાસનભક્તિમાં નવા પ્રાણ પૂર્યો.
પૂ. શ્રી રવિસાગરજી મહારાજ જાણતા હતા કે પિતે આ બિમારીમાંથી નહિ ઊઠે. પિતાની હયાતીમાં બહેચરદાસ દીક્ષા લે તો પોતાના સંધાડાને એક સમર્થ સાધુ સાંપડે. પોતે ન હોય ત્યારે તે કોણ જાણે એનું શુંનું શું બને ? તેઓએ બહેચરદાસને મંત્ર સંબંધી ત્રણ આજ્ઞા આપી હતી. એક યા બીજી રીતે આને અર્થ સાધુતાના ઈજન સમે હતો. સંસાર
For Private And Personal Use Only