________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૯૪.
બાળકના બુદ્ધિસાગરસૂરિજી નીકળી ગયો. વત્સરાજ આજી નામના એક બારોટ મિત્ર મળ્યા. એમના મેળાપે કવિતાની રચના શરૂ થઈ અભ્યાસી બહેચર ચિંતક બનવા લાગ્યો. ઓગણીસ વર્ષની વયે સંવત ૧૯૪૯માં લખાયેલા એમના દેશની દશા અંગેના એક નિબંધમાં એક અભ્યાસીની વિશાળતા અને વિચારકની તેજસ્વિતા જોવા મળે છે.
આમ વિદ્યાની યાત્રા પૂરી થઈ. મા–બાપ માનતા કે વિદ્યા મેળવીને દીકરો દળદર ફેડી નાખશે. જોકે, કહેતા કે બહેચર એક દિવસ મેટે માણસ થશે. માતા બાળપણનો પ્રસંગ કહેતી. પિતા મહાત્મા ઈશ્વરદાસજી ની ભવિષ્યવાણીને સંભારતા.
આશાઓ મોટી બાંધી હતી. આકાંક્ષાઓનો કોઈ પાર નહોતો. વિદ્યા તો મેળવી લીધી, પણ હવે શું કરવું? માતા-પિતા તો ઘરના ધંધામાં જોડાવાને આગ્રહ કરતા હતા. ઘરની સ્થિતિ એમને વિવશ કરતી હતી. ખેતીના ૨સ-કસ ઓછા થયા હતા. કરજને
s
-
-
-
-
For Private And Personal Use Only