________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી એ મને વધુ પરમાત્માલક્ષી લાગ્યા છે.
કઈ રીતે?” ગુરુએ શિષ્યને મૂંઝવવા જ પ્રશ્ન કર્યો.
બહેચરે કહ્યું: “એ સાધુજનો કદી વાહનને ઉપયોગ કરતા નથી. નગર હોય કે જંગલ હોય, કડકડતી ઠંડી હોય કે બળબળતો ઉનાળો હોય. પણ બધે પગે ચાલીને વિહાર કરે છે. સ્ત્રીઓથી સદા દૂર રહે છે. પૈસાને અડતા નથી. વ્યસનનું તે નામ–નિશાન જ ન મળે.”
“પણ એથી કંઈ નાસ્તિક આસ્તિક ન બની જાય.' ગુરુજીએ દલીલ કરી.
બહેચર કહે : “ગુરુજી, સાચે આસ્તિક કોણ? આ સાધુઓ પુણ્યમાં માને છે અને નાનકડી પાપથીય ખૂબ ડરે છે. એમના જીવનમાં ધ્યાન, તપ અને ભક્તિ વણાયેલાં છે. એમને નાસ્તિક કઈ રીતે કહો છો ? જુઓ, મારી તો સત્યની શોધ છે. જ્યાં સત્ય મળે ત્યાં
*
*
For Private And Personal Use Only