________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદાદ અનુભવ જ્ઞાન એ છે જીવતા વેદે ખરે, સમતા સમાવિનંત પુજ્ય વેદ છે નિશ્ચય વરે; ભાષાપરાથી ઉઠતા તે શબ્દ છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નહિ દુખ દેવાનું લખ્યું આ વિશ્વમાં જીવમાત્રને, મારે નહિં કાપે નહિં આ વિશ્વમાં જીવ ગાત્રને; સેવા ભલી જીવ માત્રની પરમાર્થતા જ્યાં બહુ ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જ્યાં તત્ત્વ વિદ્યા બહુ ભરી સાયન્સ વિદ્યા બહુ ભરી, પ્રગતિ સુધારાની ઘણું જ્યાં યોગ વિઘા અવતરી; સામાજીકી પ્રગતિવડે શાતિ પ્રતિષ્ઠા આચરી, એવી અમારી વેદની છે માન્ય નિશ્ચય ખરી. આ વિશ્વમાં જીવે સહુ વેદો ખરા નયસંગ્રહ, સહુ જાતનું છે જ્ઞાન, વેદો ઓધથી નેગમ કહે; વ્યવહારથી કલ્યાણકારકશાન, વેદો છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વેદે કરે જતના છે સદ્દવિચારે જાગતા, સારા વિચારો જે થતા તે વેદ છે મન ભાવતા; વેદ જગતમાં જીવતા ને જાગતા બોલે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે જે વિચારે ગુણ ભય વ્યવહાર ને નિશ્ચયથી વ્યવહારને નિમયથકી તે તે સકલ વેદો વકી; પવય ને પાશ્ચાત્યમાં શોધ અબિનવ સુખ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી, રાધે થઇ ને થાય છે થાશે સકલ તે, વેદ છે, વેદ અહે બહુ જાતના તે જાણુતાં નહિ ખેદ છે; ભત્યાદિ પાંચે જ્ઞાન છે, વેદો જ શ્રદ્ધા મન ધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આ વિવમાં સહુ પુસ્તકે તેમાંજ સત્યો જે ભર્યા. સાપેક્ષથી તે વેદ વેદે અનન્તા મન ધર્યા;
For Private And Personal Use Only