________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યે અનન્તા તે થકી એ વાત મનમાં ઉતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રત્યક્ષને અનુમાનથી જે જે જણાતુ વેદ છે, આગમ અને ઉપમાન પણ વેદ ને ત્યાં તે ભેદ છે; નય ભંગીને નિક્ષેપસ વેદ જ શ્રદ્ધા જય કારી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સાયન્સ વિદ્યા વેદ છે આરોગ્ય વિદ્યા પણ તથા, આપ્તાક્ત વા વેદ છે તિષ વિદ્યા છે યથા; અનુભવ અને જે બુદ્ધિગમ્ય જ વેદ તે તે છે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આ વિશ્વમાં સહુ પ્રાણીનાં હૃદજ મગજો વેદ છે, જે જે જ અંશે સત્ય તે શુભ વેદ છે નહિ ખેદ છે; વેદ અનન્તા જીવ છે ચેતન્ય સત્તાથી વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ભાસે સમાધિમાં ખરે આનન્દ તે વેદ જ લહે, એ જીવતે મહાવેદ છે એમાં સકલ રાજી રહે. આનન્દ કેવલજ્ઞાન તે વેદ પ્રગટતા ઝળહળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. અદૈત આત્મસમાધિમાં વેદ સમાઈ સહુ રહ્યા, ભાષા પરા પયંતી મધ્યમ વૈખરી એ તે વઘા; વેદ અનન્તા ઉપજતા ને વિણસતા ક્ષણ ક્ષણ વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ભાષા અને મન વર્ગણાનાં દલિક વેદ જાણવાં, પ્રત્યક્ષ જ્ઞાની દેખતે અનુભવ બળે મન આણવાં; આ સર્વ દુનીઆ વેદ છે હે ય જ્ઞાતા ભેદથી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. અક્ષર અનાક્ષર વેદ છે દે ગુરૂ ગમને લહી, સ્યાદાદથી સમજ્યા વિના એકાન્તથી જાશો વહી; કયા કરે નડિ વેદના નામે કદાગ્રહ આદરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
For Private And Personal Use Only