________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભા મૂલ દ્રવ્યની અપેક્ષાએ વિકાસ થતો નથી અને તેથી પર્યાએ વિકાર થવાથી મૂલ આત્મદ્રવ્યની હાનિ થવાને પ્રસંગ પ્રાપ્ત થતું નથી. ઘટમાં સંકેચ પામેલા દીપના પ્રકાશ પુદગલોથી ઘટમાં ઉષ્મા થાય છે તેનું કારણ એ છે કે દીપક અને દીપકને પ્રકાશ પુદગલ ધ રૂપી છે તેથી તેમાં ઉષ્મા રહે છે પણ આત્મા ને પગલથી ભિન્ન જડાતીત હોવાથી તેમાં ઉષ્મા ન હોવાથી તેમાં દીપકની પેઠે ઉષ્ણતા પ્રાપ્ત થતી નથી-અચૂત્રમનુugવારી એ વેદ શ્રુતિ કથે છે કે આત્મા, બ્રહ્મ, પૂલ નથી, હસ્વ નથી, દીર્ધ નથી, આ કૃતિથી આત્મામાં ઉષ્ણતા શીતતા રહેતી નથી. તેથી આત્માના પ્રદેશનું નેહાના શરીરમાં વ્યાપીને રહેવાથી અર્થાત આત્માનું જ્હાના શરીરમાં વ્યાપીને રહેવાથી ન્હાના શરીરમાં ઉષ્ણુતા વધતી નથી અને મોટા શરીરમાં આત્મા વ્યાપવાથી કંઈ શીતતા વધતી નથી. કારણ કે ઉષ્ણુતા અને શીતતા એ બે જડ પુગલના પર્યાય છે તે કંઈ આત્માનો ગુણ નથી. ઉપર પ્રમાણે વેદ શ્રુતિ પ્રમાણે આત્મા હેવાથી નાના શરીરમાં આત્મા પ્રવેશવાથી શરીરની ઉષ્ણુતા વગેરે દોષની પ્રાપ્તિ થતી નથી–શારીરમાં વ્યાપી રહેલા આત્માના અસંખ્ય પ્રદેશને અસંખ્ય કહેવામાં કલ્પના નથી પણ સત્યતા છે. સાયન્સ વિદ્યાના પ્રોફેસરેએ હાલમાં એક
પૂલ પરમાણુના પણ કરોડે પરમાણુઓ થાય છે એમ શોધ કરી છે. જે કે પરમાણુઓ રૂપી છે છતાં તે એક સૂક્ષ્મ સ્થાનમાં માઈ રહે છે તો પરમાણુઓથી ભિન્ન અરૂપી નિરવયવ એવા આત્માના પ્રદેશે એક લઘુ શરીરમાં વ્યાપીને રહે તેમાં કોઈ જાતને વિરોધ આવતો નથી. સાયન્સ વિધાના પ્રોફેસરે હજી પરમાણુ સુધીની શોધથી આગળ વધી શક્યા નથી અને પરભાણુથી પણ સક્ષમ અરૂપી આત્મ પ્રદેશની શોધ તે હજી કરવાની બાકી રહી છે. કેવલી ભગવંતોએ એ શોધ કરેલી છે અને પૂર્વે આપેલી વેદ શ્રુતિ સંમત પણ છે તેથી આત્માના પ્રદેશે માનવામાં કોઈ જાતને વિરોધ આવતો નથી. સર્વજ્ઞ કે તીથ કરે કેવળ જ્ઞાનચક્ષુથી પ્રદેશ દેખેલા છે. દાક્તર બે પત્થર વગેરેમાં જીવો છે તેની જેમ હાલ શેધ કરી છે તેની શોધ તે પૂર્વે તીર્થકરોએ કરી હતી તેમ આત્મ પ્રદેશ પણ સર્વજ્ઞ કથિત છે માટે નાના મોટા શરીરમાં વ્યાપતાં કોઈ જાતને વિરોધ આવતો નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં નાનું વા મોટું શરીર પ્રાપ્ત થતાં હાનિ વૃદ્ધિ થતી નથી. મોટા શરીરની પ્રાપ્તિમાં આમાના પ્રદેશની વૃદ્ધિ થતી નથી અને નાનું શરીર પ્રાપ્ત થતાં આ
ઘટતા નથી, નહાના શારી.
For Private And Personal Use Only