________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) સિદ્ધિમાં ઉપર પ્રમાણે વેદ શ્રુતિ તથા બ્રહ્મ સૂત્રની સાક્ષી આપવામાં આવેલી છે. પરમાણુથી, શબ્દથી, રૂપથી, રસથી, ગંધથી, સ્પર્શથી, આત્મા ભિન્ન છે. વસ્તુતઃ આત્મા લધુ નથી, હસ્વ નથી, જાડ નથી, પાતળો નથી, રૂપી. જપુગલ સ્કધનાં પરિમાણ છે પણ આત્મા તે તેનાથી ભિન્ન હોવાથી તેનું પરિમાણ નથી. પરંતુ શરીરમાં અસંખ્યાત પ્રદેશવડે વ્યાપીને આત્મા રહે છે તેથી શરીરના પરિમાણ જેટલા પરિમાણુવાળા ઓપચારિક દેહ ક૫નાથી આત્મા ગણાય છે તેથી તેને શંકરાચાર્યે જણાવેલા દોષેની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તેમ છતાં શ્રી શંકરાચાર્યજીએ દર્શાવેલા દેને નીચે પ્રમાણે પરિહાર કરવામાં આવે છે.
शंकराचार्ये आपेला दोषोनो परिहार. - શરીરમાં વ્યાપીને આત્મા રહેલો છે એવો અનુભવ આવે છે પણ શરીરની બહારુ આત્મા પોતાને છે એવો અનુભવ આવતો નથી. આત્માનો જ્ઞાનદર્શન ગુણ છે ગુણ અને ગુણીને તાદાભ્ય અભેદ સંબંધ છે. જ્ઞાનથી આત્માને સાક્ષાત્કાર અપક્ષ અનુભવ થાય છે તેથી જ્ઞાનરૂપ આત્મા છે એમ અનુભવાય છે. શરીરમાં આત્મા વ્યાપીને રહેવાથી કંઈ શરીરની પેઠે અનિત્ય થઈ જતું નથી. જેમ તમારા મત પ્રમાણે શરીરમાં જડમાં વ્યાપીને રહેનાર બ્રહ્મની અનિયતા થતી નથી તેમ શરીરમાં વ્યાપી રહેલા આત્માની કાર્યતા ક્ષીણતા થતી નથી. આત્મા વસ્તુતઃ અરૂપી લેવાથી શરીરમાં વ્યાપવા માત્રથી તેની અનિત્યતા થઈ જતી નથી. મનુષ્યના શરીરમાં તેટલા પ્રમાણમાં વ્યાપીને અસખ્યાત પ્રદેશોવડે રહે છે તે જ આત્મા હાથીનું શરીર પ્રાપ્ત કરે છે ત્યારે હાથીના જેટલા શરીરમાં વ્યાપીને રહે છે. જેટલું શરીર થાય તેટલા પ્રમાણુવાળા શારીરમાં વ્યાપીને રહેવાને કર્મને યોગે આત્માને વિભાવ થાય છે તેથી શરીર પ્રમાણુ જેટલું પ્રમાણ આત્માનું ગણાતું નથી કારણ આત્મા અરૂપી છે માટે–રૂપી એવી નીલમણિની પ્રભા ઘડા જેટલા જળમાં વ્યાપીને રહે છે અને કડાઈ જેટલા જળમાં પણ વ્યાપીને રહે છે તે અરૂપી એવા આત્માના પ્રદેશે કર્મવેગે શરીર જેવડું હોય તેટલામાં વ્યાપીને રહે એમાં કંઈ આશ્ચર્ય નથી. કર્મના વેગે આત્માના પ્રદેશનો નાના શરીરમાં સંકેચ થાય છે અને મોટા શરીરમાં વિકાસ થાય છે તેથી કંઈ સંકોચ વિકાસ થવાથી રૂપી પદાર્થની પેઠે અરૂપી એવા આત્મ પ્રદેશેમાં અનિત્યપણને દોષ પ્રાપ્ત થતું નથી. કર્મના વેગે આત્માના પ્રદેશોને સંકેચ વિકાસ છતાં તેમાં આત્મારૂપ ભૂલ દ્રવ્ય નષ્ટ ન થવાથી
For Private And Personal Use Only