________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધ છાનું કદાપિ ઉર્ધ્વગમન થઈ શકતું નથી. એ પ્રમાણે પહેલી ભૂલને ઉત્તર સમજે. પરમાણુ સંધકાયા તે પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ કર્યું નથી પણ પરમાણુઓ જ પુદગલાસ્તિકાય તરીકે જાણવા અને પરમાણુ સંધ તે પુગલ સ્કવે જાણવા એ પ્રમાણે બીજી ભૂલને ઉત્તર જણાવ્યું, ૩ ધર્માસ્તિકાય અરૂપી છે અને તે જીવપુગલને ગમનમાં સાહાટ્યકારક છે પણ શાસ્ત્રીય પ્રવૃત્તિના હેતુ ભૂત સંસ્કાર નથી એ પ્રમાણે જૈનશાસ્ત્રના આધારે ત્રીજી ભૂલને સુધારે જણાવ્યો. ૪ જીવ અને પુગલને સ્થિરતામાં જે હેતુ ભૂત નિમિત્ત કારણ બને છે તે અધર્માસ્તિકાય છે પણ ઉર્ધ્વગમનશીલ જીવની દેહમાં સ્થિતિને હેતુ તે અધર્માસ્તિકાયનું લક્ષણ નથી. આત્માની દેહમાં સ્થિતિ થાય છે તેનું કારણ તે આયુષ્યકર્મ છે. એ પ્રમાણે શંકરાચાર્ય તથા નથુરામ શર્માની થી ભૂલને સુધારે જાણવો. ૫ આવરણના અભાવને આકાશાસ્તિકાય કહ્યું નથી પરંતુ જે અન્યને અવગાહ આપે છે એવું સપ્રદેશી અરૂપી દ્રવ્યને આકાશાસ્તિકાય કહે છે. એ પ્રમાણે પાંચમી ભૂલને સુધારે જાણ. ૬ અહન આદિ નિત્ય મુક્ત કહ્યા છે તેમનું અજ્ઞાન દર્શાવ્યું છે. સિદ્ધ ભગવતે નિત્ય મુક્ત ગણાય છે પરંતુ અરિહંતને અરિહંત પદવી હોય છે ત્યાં સુધી ચાર અઘાતી કર્મ હોય છે તેથી તે નિત્યમુક્ત ગણુતા નથી પરંતુ તે અહં તે આઠ કર્મથી મુક્ત થાય છે ત્યારે સિદ્ધ ગણાય છે. એ પ્રમાણે છઠ્ઠી ભૂલને સુધારે સમજવો. ૭ ચાર ભૂતો અને સ્થાવર જંગમ એ છ પ્રકારના પગલાસ્તિકાયના ભેદ કોઈ જૈનશાસ્ત્રમાં જણાવ્યા નથી એ પ્રમાણે સાતમી ભૂલને સુધારે જાણો. ૮ આકાકાશમાં મુક્ત જીવો રહેતા નથી. ઢોરા પ્રતિષિતઃ સિદ્ધાર લોકના અગ્રભાગે સિહો રહે છે પણ આલોકાકાશમાં મુક્ત છો રહેતા નથી એ પ્રમાણે આઠમી ભૂલને સુધારે જાણ. ૮ આઠ પ્રકારનાં કર્મો તે ક . ગણાય છે પણ તે કર્મના બંધ, ઉદન, ઉદીરણ અને સત્તા એ ચાર ભેદ પડે છે એમ નવમી ભૂલને સુધારે જાણવા. ૧૦ તવજ્ઞાનથી મુક્તિ નથી એવું જ્ઞાન તે જ્ઞાનાવરણીય કર્મ, આવી જ્ઞાનાવરણયની વ્યાખ્યા કોઈ કરે તે મૂર્ખ જાણ. વસ્તુ તત્તનું સમ્માન કરવામાં જે કમ આવરણ કરે છે તે જ્ઞાનાવરણીય કર્મ જાણવું, સમ્યગજ્ઞાનનું આચ્છાદન કરે છે તે જ્ઞાનાવરણીય કર્મ ગણાય છે. ભાવાર્થ સૂત્ર આદિ શાસ્ત્રના આધારે એ પ્રમાણે વ્યાખ્યા થાય છે એ પ્રમાણે દશમી ભૂલને સુધારો કરવામાં આવ્યું. આઉં તંત્રના શ્રવણથી મુક્તિ નથી. એવું જ્ઞાન તે દર્શનાવરણીય
For Private And Personal Use Only