________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
માનશે તે સત્ બ્રહ્મમાંથી અસતની ઉત્પત્તિ સંભવી શકે નહીં એ મહાત વિરાધ આવે છે. પુણ્યામાંથી બ્રહ્મ અને જરૂ એ બે અશ થયા એમ માનશેા તે બ્રહ્મની છવાની તથા જડ પદાર્થીની, પ્રકૃતિની અનાદિતા સિદ્ધ થશે નહીં અને ભગવદ્ગીતામાં એ બ્રહ્મની, પ્રકૃતિની, અનાદિતા કહી તેથી શ્રી કૃષ્ણના વચનની સાથે પણ વિરાધ પ્રાપ્ત થાય છે. શ્રી શકરાચાર્યે બ્રહ્મ તથા બ્રહ્મમાંથી પ્રકટ થનારી માયાને અનિવચનીય માની છે.
અનિવ ચનીય અર્થાત્ અવાચ્ય, અવક્તવ્ય, જૈનાચાર્ય આત્માને સ્વદ્રવ્યથી સ્વાસ્થ્યક્તિ કહે છે અને આત્મામાં અન્યોનું સત્વ વારવા તે માટે આત્મામાં ચાત્ નાસ્તિ ભાંગે સ્વીકારે છે. આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ કાઇનાથી કહી શકાય નહીં. થતોવાનિવર્તતેમકાવ્યમનસાન, નેત્તિનેતિ ત્યાદિ વેદ શ્રુતિયા પણ અવાચ્ય, અવક્તવ્ય એવુ' આત્મ સ્વરૂપ સ્વીકારે છે. જૈનાચાર્ય આત્મા સ્વભાવે અસ્તિ છે અને જદ્રવ્યની આત્મામાં અત્યતાભાવનાસ્તિ ભંગને આભામાં સ્વીકારે છે. આત્મામાં અસ્તિરૂપ સદ્ધમ અનંત છે અને નાસ્તિરૂપ અસદ્ધ પશુ અનંત છે તેનું સ્વરૂપ વસ્તુતઃ અનિવચનીય અર્થાત્ અવક્તવ્ય છે. સત્તુ તીર્થંકરા પણ આત્માનુ પરિપૂર્ણ સ્વરૂપ કહી શકતા નથી. જેટલું શબ્દો દ્વારા કથાય છે તેટલુ કહી શકે છે. બાકી તા નૈતિનેત્તિ અવક્તવ્ય, અવાચ્ય કહે છે, એ પ્રમાણે સપ્ત ભરંગીમાંના ત્રણ ભગા કહેવામાં શ્રુતિયાની પણ અનુકુળતા સભવે છે તેમાં વેદ શ્રુતિયેાથી પણ વિશેષ આવતા નથી. આત્મામાં જે સમયે સત્વ છે તે સમયે અસત્વ છે. બન્ને ધ ભિન્ન ભિન્ન અપેક્ષાએ એક કાલમાં રહે છે. વેદાન્તી પણ અવ્યક્ત બ્રહ્મતું સત્વ માને છે અને માયાનું અસત્વ માને છે તેમને જેમ એ માનવા પડે છે તેમ વિરાધ આવવા છતાં પણ જેમ તે સમ, અત્તત્વ માને છે તે અત્યંતાભાવની અપેક્ષાએ આત્મામાં જડતુ અસત્વ અને આત્માની દૃષ્ટિએ સત્વ એમ એની સિદ્ધિ થાય છે. શિષ્યે પ્રશ્ન કર્યાં કે આત્માનું સત્, અસત્ ( અસ્તિ-નાસ્તિ ) વ્યક્ત, અવ્યક્ત આદિ જે જે અસ્તિ સ્વરૂપ છે. અસ્તિ ધર્મ છે તે સંપૂર્ણ કહી શકાય તેમ નથી શુ ? તેના ઉત્તરમાં જણાવવામાં આવે છે કે સ્થાત્ તિ માન્ય આત્માના જેટલા અસ્તિ ધર્મો અર્થાત્ સદ્ધર્મો છે તેટલા સર્વે અવક્તવ્ય છે અર્થાત્ અનિવ ચનીય, અવાચ્ય છે. સમાન એ શબ્દથી કચિત્ કેટલાક સદ્ધમ, અસ્તિધર્મ જે વાણીદારા કહી શકાય છે તે વાચ્ય છે બાકીનુ અનંત અતિ સ્વરૂપ અવાચ્ય હરે છે. એ પ્રમાણે છઠ્ઠા ભાંગામાં નાસ્તિ
For Private And Personal Use Only