________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શંકરાચાર્યજીના મત પ્રમાણે મહાપ્રલયમાં અવ્યક્ત બ્રહ્મમાં દશ્ય અને પરસ્પર વિરૂદ્ધ એવા અનંતપદાર્થોનાં સૂક્ષ્મબીજ સમાઈ જાય છે. એવું તેમણે માન્યું છે તો તેમને કહેવાનું કે એક બ્રહ્મમાં પરસ્પર વિરૂદ્ધ છતાં અનંત પદાર્થોનાં સૂમ બીજક કેવી રીતે રહ્યાં? તમે કહેશે કે બ્રહ્મમાં અનંત વિરોધી પદાર્થો સમાય છે તેમાં વિરોધ આવતો નથી તે અમારે કહેવાનું કે તમે એક બ્રહ્મમાં અનંતવિધી પદાર્થોનાં બીજકે માને છે તો તેથી એકમાં અનેક ધર્મો માનવાને વિરોધ તમને લાગુ પડે. બ્રહ્મ રૂપી છે કે અરૂપી? જો તમે બ્રહ્મને અરૂપી માનશે તો અરૂપીમાંથી રૂપી બ્રહ્મ પ્રગટી શકે નહીં. જે તમે એમ કહેશે કે અરૂપી બ્રહ્મને રૂપી બ્રહ્મ થવાને રવભાવ છે તે પુછવાનું કે અરૂપી બ્રહ્મમાંથી રૂપી બ્રહ્મ થવાનું કારણ શું ? તમે કંઇ કારણ નહીં બતાવો તે નિરૂત્તર થયાં ગણશે. અરૂપી બ્રહ્મમાંથી રૂપી બ્રહ્મ પ્રકટી શકતું નથી. બ્રહ્મમાંથી સંત માયા પ્રગટી કે અસત્ માયા પ્રગટી? બ્રહ્મને સત માનવામાં આવે તો સત બ્રહ્મમાંથી અભાવરૂપ અસત્ માયા પ્રગટી શકે નહીં. કારણ કે સત બ્રહ્મથી અસની ઉત્પત્તિ થઈ શકે નહીં, અને અસત માયામાંથી દક્ષ્ય એવા જડ પદાર્થો કે જે પુદ્ગલ દ્રવ્યરૂપે સત છે તેની ઉત્પત્તિ થઈ શકે નહી. અવ્યકત બ્રહ્મમાંથી વ્યકત બ્રહ્મ થયું એમ પ્રતિપાદન કરતાં પુછવાનું કે મૂળ જે અવ્યકત બ્રહ્મ હતું તે તે શા માટે વ્યક્ત થયું ? તમે કહેશો કે અવ્યક્ત બ્રહ્મને વ્યક્ત થવાની ઈચ્છા થઈ, ઉત્તરમાં કહેવાનું કે અવ્યક્ત બ્રહ્મ પૂર્ણ સચ્ચિદાનંદરૂપ હતું કે માયા સહિત હતું? તમે કહેશે કે અવ્યકત બ્રહ્મ પૂર્ણ સચ્ચિદાનંદરૂપ છે ત્યારે કહેવાનું કે અવ્યકત પૂર્ણસચ્ચિદાનંદ બ્રહ્મને માયારૂપ ઇચ્છા કયાંથી વળગી? જે અવ્યક્ત બ્રહ્મમાં ઈચ્છા માનશો તો છેવટે વ્યકત બ્રહ્મવાળા યોગી અવ્યકત બ્રહ્મ થઈને પુનઃગ્યકત બ્રહ્મ થવાના, તેથી તેમના જન્મમરણની અરહદમાળા ટળશે નહીં. નિર્ગુણ બ્રહ્મમાંથી સગુણ બ્રહ્મ થાય અને સગુણ બ્રહ્મમાંથી નિર્ગુણ બ્રહ્મ થાય તો તે નિત્ય બ્રહ્મ ગણી શકાય નહીં, તથા સગુણ બ્રહ્મમાંથી નિર્ગુણ બ્રહ્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ કરી શકાય છે. અવ્યક્ત નિર્ગુણ બ્રહ્મને વ્યક્ત થવાની શા કારણથી ઈચ્છા થઈ ! શું તેને અવ્યક્ત દશામાં ગમતું નહોતું? જ્યારે ન ગમે ત્યારે ઇચ્છા દુઃખ વગેરે થાય અને તેથી અનંત આનંદરૂપ બ્રહ્મ ગણાય નહીં. આવી અનેક દોષોની આપત્તિઓ તમારા અવ્યકત બ્રહ્મમાંથી વ્યક્ત બ્રહ્મ થવાના સિદ્ધાંત પર આવે છે. બ્રહ્મમાંથી ઉત્પન્ન થનાર ભામાં સત છે કે અસત છે? જે માયાને અસત,
For Private And Personal Use Only