________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬ ) ટળવાની નથી. માયાને અને બ્રહ્મને પરસ્પર વિરૂદ્ધતા છે. તે પણ શંકરાચાર્ય બ્રહ્મમાં માયાની ઉત્પત્તિ અને બ્રહ્મમાં માયાને લય માને છે. તે અનેક ધર્મને એક બ્રહ્મ પદાર્થમાં અનેક અપેક્ષાએ સંભવ માન્યા વિના ઘટી શકે નહીં. મૂતને અને અમૂર્તને તેજ તમની પેઠે પરસ્પર વિરોધ છે છતાં એક બ્રહ્મનાં મૂર્ત અને અમૂર્ત બે રૂપ વેદાતીઓ માને છે. તેવા બલ્લો પૂર્વવામૂર્તવ બ્રહાનાં બે રૂપ છે. મૂર્ત અને અમૂર્ત. શરીર કર્માદિ યુકત બ્રહ્મ અર્થાત આત્મા તે મૂર્ત છે અને પાંચ શરીર, દ્રવ્યકર્મ, ભાવકર્મથી રહિત આત્મા અમૂર્ત છે. કર્મની અપેક્ષાએ રૂપી છે અને કર્માતીત અપેક્ષાએ અમૂર્ત છે અર્થાત અરૂપી છે. બ્રહ્મમાં મૂર્તવ, અમૂર્તવ, અસ્પૃશવ, અલ
, આદિ અનેક ધર્મોને સમાવેશ થાય છે. તે ઉપરની વેદ ઋતિસિદ્ધ હવાથી માન્ય કર્યા વિના છૂટકે થવાનું નથી. વેદ શ્રુતિને જે નહીં માને તે તમે વેદશ્રુતિ ઉત્થાપક મત પ્રમાણે ગણશે. જ્યારે ઉપરની વેદકૃતિ પ્રમાણે એક આત્મામાં અનેક ધર્મ ઘટે છે એમ માને છે તે જૈમિન એ સૂત્ર રચીને જેન અનેકાન્તવાદનું ખંડન કરવા પ્રયતન કરો તે આકાશકુસુમવત અસત્ય કરે છે. માટે મતદાગ્રહ પક્ષપાતને ત્યાગ કરીને જેનેએ એક પદાર્થમાં અનેક ધર્મ ઘટાવ્યા છે તે માન્ય કરે એટલે વેદાનીઓની સત્યતા વિશેષ ઝળકી ઉઠશે. પરસ્પર મંતવ્યના વિરેાધ ટાળવાને લોકમાન્ય તિલકે પણ ગીતારહસ્યને જણાવવા અપેક્ષાવાને માન્ય છે. નૈમિત્ર આ સૂત્રને પદવિગ્રહ ન જુવાસિમન જે પ્રતિ શરીર ભિન્ન ભિન્ન આત્માઓ માનતા નથી. અનંત આત્માઓ છે તે નહીં માનતાં જે સંગ્રહનયની સત્તાની એકાંત માન્યતાને સ્વીકારીને એક આત્માને માને છે. એવા એકાત્મવાદમાં સર્વશાસ્ત્ર કથિત આત્માના વ્યકત ધર્મો ઘટી શકતા નથી. એમ કરવામાં આવે તે કોઈ જાતને વિરોધ આવતો નથી અને રામાનુજ, માધવાચાર્ય વગેરેને પણ એ અર્થ બંધબેસતો થઈ પડે તેમ છે. સર્વને એક આત્મા માનતાં અનેક દોષો આવે છે. અનેક યુકિતઓથી જૈનાચાર્યોએ એકાત્મવાદનું સંમતિતર્ક, એકાન્તવાદ, સ્યાદાદ મંજરી, સ્યાદાદ રત્નાકર, અજ્ઞાનતિમિરભાસ્કર વગેરે ગ્રન્થમાં ખંડન કર્યું છે. રામાનુજ, મધ્ય, નિંબાર્ક વગેરે વેદાન્તી આચાર્યોએ, નૈયાયિકોએ, સાંખેએ તથા આર્યસમાજીઓએ એકાત્મવાદનું અનેક પ્રમાણેથી યુકિતઓથી ખંડન કર્યું છે. શંકરાચાર્ય અને બ્રહ્મસૂત્ર કર્તા વ્યાસે જે ઉપર પ્રમાણે વેદકૃતિયોને અંતરમાં ઉંડા ઉતરીને અનુભવ કર્યો હોત તે તેઓ એક પદાર્થમાં અનેક અપેક્ષાએ અનેક ધર્મો ઘટી શકે તેવા અનેકાન્તવાદનું ખંડન કરવા પ્રયત્ન કરતજ નહી.
For Private And Personal Use Only