________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ) જે ઉપનિષદોના મનનથી જાણ્યું હોત તે જૈનતનું ખંડન કરવા પ્રયત્ન કરત નહીં. ઉપનિષદોમાં અને બ્રહ્મસૂત્રમાં અનેકાન્તવાદ અર્થાત્ અપેક્ષાએ એક બ્રહ્મ આદિમાં અનેક માન્યતાઓને સ્વીકાર કરે તે રૂપ અનેક ધર્મોનું એકમાં ઘટાવવાનું થાય છે. તેનું ખંડન કરતજ નહીં. યજુર્વેદમાં કહ્યું છે કે તાત્તિ તતિ તે બ્રહ્મ કંપે છે અને તે બ્રહ્મ કંપાયમાન થતું નથી. ઇશાવાસ્યોપનિષમાં–
तदेजति तनैनति तदरे तदन्तिके તલવકારે પનિષમાં–
उपनिषत्सुधर्मास्तेमयिसन्तु આમાં અનેકાન્તવાદ અથવા જેનેને સાપેક્ષવાદ છે તે જે શંકરાચાર્ય નહીં માને તે એક બ્રહ્મમાં કંપન ધર્મ અને અકંપનત્વ. એ બે શી રીતે ઘટી શકે. તેમજ દૂરત્વ અને અનેકત્વ પણ ઘટી શકે નહીં. એક બ્રહ્મ કંપાયમાન ધર્મ અને અકંપાયમાન એ બે ધર્મવડે સહિત છે. એકથી ભિનન તે અનેક ધર્મ. બ્રહ્મમાં પાન અને ન માયા વગેરે અનેક છે. તે તે પ્રમાણે જેનામાન્ય . આત્માદિમાં પણ અપેક્ષાએ અનેક ધર્મો છે. જુઓ વેદાન્ત પ્રક્રિયાના મુખ્ય ગ્રન્થ પંચદશી કે જે શંકરાચાર્ય વિદ્યારણ્ય. રવામીએ બનાવેલા છે. તેના વિવરણમાં પત્ર ૧૦૫ માં–એક વસ્તુમાં અનેક ધર્મની કલ્પનાને સમાવેશ અનેકાન્તવાદથી કરવામાં આવ્યો છે તે– વળી જીવ સૃષ્ટ કૅત ઈશ્વર સૃષ્ટ દૈતથી જુદું છે એ વિષયમાં અનેક પ્રમાણ છે. તે સાંભળ-સ્ત્રીનું શરીર ઇશ્વરે રચ્યું છે તે સ્ત્રી રૂપ એક પદાર્થ છે તે પણ સંબંધીના પરસ્પરના ધર્મને લઈ અનેક ભેદને પામે છે. જેમ પતિની અપેક્ષાથી સ્ત્રી પત્ની કહેવાય છે. સસરાની અપેક્ષાથી એજ સ્ત્રી વધ કહેવાય છે. ભાભીની અપેક્ષાથી એજ સ્ત્રી નણંદ કહેવાય છે. જેઠાણીની અપેક્ષાથી દેરાણું કહેવાય છે અને દેરાણની અપેક્ષાથી જેઠાણું કહેવાય છે. પિતાના પુત્રની અપેક્ષાથી મા કહેવાય છે. ભાઇની અપેક્ષાથી બહેન કહેવાય છે અને પિતાની અપેક્ષાથી પુત્રી કહેવાય છે. તેવી રીતે કાકી મામી સાળી ઇત્યાદિ અનેક નામ ધર્મોથી સંબોધાય છે. એ પ્રમાણે સંબંધ બુદ્ધિ વૃત્તિના ધર્મ બેથી એક જ સ્ત્રીમાં અનેક સંબંધ ધર્મો ઘટે છે. પણ તે પિતાના સ્વરૂપથી ભેદ પામતી નથી અર્થાત તેનું સ્વરૂપ કંઈ બદલાતું નથી. ” તે પ્રમાણે શ્રી મહાવીર પ્રભુ કથિત આત્માદિ પદાર્થોમાં સત-અસત-નિત્ય
For Private And Personal Use Only