________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮ ) કહ્યું છે. બેના અને જેના જ્ઞાન માર્ગની અત્યંત પ્રબલિતાની ઋષિ પર અસર થઈ અને તેથી તેઓએ વેદ કર્મ કાંડીઓ પર ઉપર પ્રમાણે તિરસ્કાર દર્શાવ્યા છે અન્ય પ્રાચીન ઉપનિષદમાં પણું ચારે વેદ બ્રાહ્મણ ગ્રન્થ વગેરેને અવિધા કહી તેનું ખંડન કર્યું છે તેનું નીચે પ્રમાણે દિદર્શન કરાવવામાં આવે છે–ઈશાવાસ્યોપનિષદ્દમાં
अन्धंतमः प्रविशन्ति येऽविद्यामुपासते । ततो भूय इव ते तमोयउ विद्यायां रताः ॥ ९ ॥
જેઓ વેદોની અવિધાને ઉપાસે છે તે અલ્પતમ અર્થાત નરકમાં પ્રવેશ કરે છે. મુંડકોપનિષમાં ચાર વેદને અવિદ્યામાં ગણાવ્યા છે. અત્ર ફક્ત અવિદ્યાની ઉપાસના કરે છે તે પણ નરકમાં જાય છે તે જે યજ્ઞમાં પશુ હિંસાદિ કર્મ કરે તે નરકમાં જાય એમાં કઈ આશ્ચર્ય નથી. જેઓ યજ્ઞ કર્માદિની ઉપાસનાવાળા છે તેઓ અધિક અજ્ઞાનમાં પ્રવેશ કરે છે.
असूर्या नाम ते लोका अन्धेन तमसाऽऽवृताः । ताँ स्तेप्रेत्याभिगच्छन्ति येकेचात्महनो जनाः ॥ ३ ॥
જે અવિધાયુક્ત કર્મને સેવે છે તે લોકો અસુરે (રાક્ષસે) ગણાય છે. તેઓ અજ્ઞાન રૂપ અંધકારથી ઘેરાયેલા અસુરે થાય છે અને આત્માના જ્ઞાનાનન્દ સ્વરૂપને હણનારા જાણવા. ઇત્યાદિ અન્ય પણ ઘણાં ઉપનિષદો વગેરેનાં પ્રમાણે છે તેથી મધ્યસ્થ વાચકે સમજી શકશે કે જેનોના જ્ઞાન તપ સદાચારની ઉન્નતિના ઝાહેઝલાલીના વખતમાં વેદની યજ્ઞ કર્મ વિઘાની તેઓ નાજ માનનારાઓમાં કેવી દશા થઈ હતી તે ઉપરના શ્લોકોથી જણાઈ આવી હશે. દશે ઉપનિષદો પર પ્રથમ શંકરાચાર્યે ટીકા કરી હતી. વિ. સાતમા સકામાં વા આઠમા સૈકામાં શંકરાચાર્ય થયા. દશ વા બાર ઉપનિપદો પર શંકરાચાર્યે ટીકા કરી તેથી ઉપનિષદ શ્રી મહાવીર પ્રભુ પછી તથા વિ. સં. ૩-૪ ના સેકામાં રચાયેલી હોવી જોઈએ અને બ્રહ્મસૂત્રને પણ વ્યાસે ( બાદરાયણ વ્યાસ પછી થએલા વ્યાસે ) વિ. સં. પાંચમા સૈકામાં રહ્યાં હોય એમ જણાય છે. સૂત્રો રચવાને કાલ બદ્ધમાં તથા જેનોમાં ઉમાસ્વાતિના કાલ લગભગને છે. વા તે પછીને છે. પતંજલિએ પણ વિ. સ. ત્રીજા ચોથા સૈકામાં વેગ સૂત્ર રચ્યાં હોય એમ જણાય છે પશ્ચાત
For Private And Personal Use Only