________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહે છે તેનું કથન ય નથી. કારણ કે, વેદાન્ત સૂત્રના કર્તાની પૂર્વે હતા તથા ઉપનિષદો રચાયાની પૂર્વ સાંખ્ય હતા. ભગવાન શ્રી ઋષભદેવના સમયમાં કપિલે સાંખ્ય મતની પ્રરૂપણું કરી છે તેથી જૈનદર્શનથી બીજા નંબરે સાંખ્યદર્શન પ્રાચીન કરે છે. તેનું વર્ણન મહાભારતમાં આવે છે. મહાભારતના સમયમાં સાંખેનું પ્રબલ હતું તેથી મહાભારતમાં સાંખ્ય તોની વ્યાસે પ્રરૂપણ કરી છે. ઉપનિષદો પૂર્વે સાંખ્યમત વિધમાન હતો. ઉપનિષકારોએ સાંખ્યની માન્યતાઓને ગ્રહણ કરી છે. ઉપનિષકાલની પૂર્વે જગત અનાદિકાલથી સ્વભાવે છે તેને કર્તા કોઈ નથી એવી માન્યતા હતી. ઉપનિષતકાલમાં વા તે પૂર્વે જગત નું કારણ કોઈ સ્વભાવને માનતા હતા. કેટલાક કાલને માનતા હતા અને કેટલાક ઈશ્વરને માનતા હતા તે સંબંધી કૃષ્ણ યજુર્વેદીય શ્વેતાશ્વતરે પનિષના છઠા અધ્યાયમાં નીચે પ્રમાણે લખ્યું છેઃ
स्वभावमेकेकवयोवदन्ति कालंतथान्येपरिमुखमानाः। देवस्यैषमाहिमानुलोके येनेदं भ्राम्यते ब्रह्मचक्रम् ॥ १॥
કેટલાક કવિઓ અર્થાત જ્ઞાનિ ઋષિ સ્વભાવને જગતનું કારણ કહે છે. અન્ય કેટલાક કાલને જગતનું કારણ કશે છે. કેટલાક કે જેઓનું અજ્ઞાનથી જ્ઞાન આચ્છાદન થએલું છે, એવા ચારે તરફથી મુંઝાયેલાએ આ દેવને મહિમા છે એમ માને છે કે જે દેવ વડે આ બ્રહ્મચક્ર માય છે. આ શ્લોકના અનેક અર્થો થાય છે. તથાપિ અત્ર ત્રણ કારણેને જણાવ્યાં છે. સ્વભાવથી જગત અનાદિકાળથી છે એમ અનાદિકાળથી જૈનદર્શન કરશે છે. રાગદ્વેષ રહિત શુદ્ધ પરમાત્માને જગત બનાવવાનું કંઈ પ્રયોજન નથી. કોઈ એમ કહેશે કે ૫ બ્રહ્મને જગત રચવાની ઈચ્છા થાય છે તેના ઉત્તરમાં કહેવાનું કે અધુરાને ઈચ્છા ઉત્પન્ન થાય છે પણ જે સત્વ રજોગુણ અને તમગુણુથી લેપાયે નથી, તેને ઇચ્છા થઇ શકે નહીં. પ્રકૃતિમાંથી ઇચ્છા થઈ શકે છે પણ શુદ્ધ બ્રહ્મમાંથી ઈચ્છા પ્રગટતી નથી. વેદાન્તી શંકરાચાર્ય શ્રી વિધારય સ્વામી પંચદશીમાં શિષ્ય ગુરૂના સંવાદમાં નીચે પ્રમાણે જણાવે છે. પંચદશી ગુજરાતી પ્રેસમાંથી બહાર પડ્યું છે. તેમાં નીચે મુજબ વ્યાખ્યા છે. વિદ્યારય શંકરાચાય પિતે ગુરૂ બનીને ઉત્તર આપે છે અને શિષ્યની પાસે ઉત્તર કરાવે છે.
શિષ્ય-મારાથી તે જગતનું નિરૂપણ થઈ શકતું નથી, તે પણ
For Private And Personal Use Only