________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષા-પર્યાયદષ્ટિએ અનત આત્માઓને ક્ષણિક માનીને સ્વીકારે છે. ફકત શંકરાચાર્યમતાનુયાયી વેદાન્તીઓ એક આત્માને સ્વીકાર કરે છે. જેને અનાદિકાળથી જગત છે એમ માને છે, તેનો કર્તા અન્ય કંઈ ઈશ્વર નથી એમ માને છે. જૈનદર્શનની પેઠે શંકરાચાર્ય પણ વસ્તુતઃ તત્વદષ્ટિએ જગતના કર્તા તરીકે ઇશ્વરને માનતા નથી. અતસિદ્ધિ-ચિસુખી વગેરે ગ્રંથમાં જગતને કર્તા ઇશ્વર નથી એમ પ્રતિપાદન કર્યું છે. શંકરાચાર્ય ગુપ્ત રીતે બદ્ધાના જ્ઞાનવાદને માનતા હતા એમ રામાનુજાચાર્ય જણાવે છે તેથી એમ સિદ્ધ થાય છે કે તેમણે ઉપનિષદો પર સાંખ્યાચાર્યોની કરેલી ટીકાઓ તથા ભગવગીતા પર સાંખ્યાચાર્યોની કરેલી ટીકાઓને દબાવી દેઈને સ્વમતાનુકુલ તે ઉપનિષદો પર અને ભગવદ્ગીતા પર ટીકા કરી તથા બ્રહ્મસૂત્ર પર ટીકા કરી. જે બ્રહ્મસૂત્ર, ભગવદ્ગીતા અને દશોપનિષદો એ પ્રસ્થાનત્રયીના આધારે શંકરાચાર્ય એક આત્મા–એક બ્રહ્મનું પ્રતિપાદન કરે છે તે પ્રસ્થાનત્રયીપર ટીકા કરીને રામાનુજ જગતકર્તા ઇશ્વર સિદ્ધ કરે છે અને અનંત આત્માઓ સિદ્ધ કરે છે તથા ભગવાનના અંશ તરીકે જડ જગતને સિદ્ધ કરે છે. એ જ પ્રસ્થાનત્રયી પર ટીકા કરીને મધ્વાચાર્ય આત્મા અને જડ એ બે વસ્તુની સિદ્ધિ કરે છે અર્થાત તે દૈતમતની સિદ્ધિ કરે છે. એજ પ્રસ્થાનત્રયીને માની નિંબાર્ક તથા વલ્લભાચાર્ય પિતાની ભિન્ન માનતા
ને સિદ્ધ કરે છે તેમજ તેજ ભગવદ્ ગીતા અને ઉપનિષદેના જુદા અર્થ કરીને આર્ય સમાજીએ પિતાના મતની સિદ્ધિ કરે છે અને અનંત આ ભાઓ સ્વીકારે છે તથા શંકરાચાર્યના અદ્વૈતવાદનું, રામાનુજના વિશિષ્ટદ્વૈતવાદનું, મધ્વાચાર્યના દૈતવાદનું, નિબાર્કના તાદ્વૈતવાદનું અને વલ્લભાચાર્યના શુદ્ધાતનું ખંડન કરે છે, ત્યારે પ્રશ્ન થાય છે કે પ્રસ્થાનત્રયીને કોણ સત્યાર્થ કરે છે? તેનું સમાધાન કોઈનાથી થઈ શકે તેમ નથી. સાંખ્યાચાર્યા વેદની શ્રુતિને પચ્ચીસ તત્ત્વની સિદ્ધિ તરફ અનુકળ કરે છે, ત્યારે અતિવાદીઓ તેજ વેદની કૃતિને અર્થ ભિન્ન કરીને પિતપોતાના મતાનુકુળ કરે છે તેથી તે સંબંધી એક સરખી માન્યતા ખરેખર વેદ, ઉપનિષદો અને પુરાણોથી સિદ્ધ થતી નથી. અદ્વૈતવાદી સાંપ દર્શન, નયાયિકદર્શન, વૈશેષિકદર્શન, પાતંજલદર્શન, વિશિષ્ટત, દંત-શુદ્ધાદ્વૈત, આર્ય સમાજ, દાદુપંથી, રામાનંદી વગેરે એકજ કૃતિઓ, ઉપનિષદોને ભિન્ન ભિન્ન મત જણાવે છે તેથી અસલ વેદની શી માન્યતા હતી, તેને નિર્ણય થઈ શક નથી. શામવેદ સંહિતાના પત્ર ૭૬ માં aarળ એ વેદ પરથી અનંત આત્માઓની સિદ્ધિ થાય છે. એકજ આત્મા હતા તે બ્રહ્મ એક
For Private And Personal Use Only