________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) લખાણને સાર છે. વ્યાપક વિશાળ મધ્યસ્થ દૃષ્ટિ પ્રાપ્ત કરવાને અને આત્મ સ્વરૂપ જાણવા માટે ઉપર્યુક્ત લખાણ લખવામાં આવ્યું છે. સર્વ ધર્મના મનુષ્ય પર સમભાવ આવ્યા વિના તથા શુભાશુભ માન્યતાઓ પર પણ સમભાવ આવ્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. છેવટે શુભાશુભ કલ્પનાઓ અને ધર્માધર્મ ઉપર પણ સમભાવ આવ્યા વિના મુક્ત દશા પ્રાપ્ત થઈ શકતી નથી એમ જૈન શાસ્ત્ર અને વેદાન્ત શાસ્ત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે માટે રજોગુણ, તમોગુણ અને સત્વગુણની પેલીવાર જે શુદ્ધ બ્રહ્મ, પરમાત્મસિદ્ધ પદ છે તેને પ્રાપ્ત કરવા માટે ખાસ લક્ષ્ય ખેંચવું જોઈએ અને વિશાળ દષ્ટિથી સત્વગુણ પ્રાપ્ત કરી શુદ્ધ બ્રહ્મ મય બનવું જોઈએ એજ સર્વ શારૂપ ગાયોના દેહવાથી નીકળેલા દુધના સારરૂપ વ્રતને મેળવવું જોઈએ. ઘીને પ્રાપ્ત કરવું જોઈએ પણ કાળી ધોળી ગાય ભેંસની તકરાર કરીને વ્રતને ન ભૂલવું જોઈએ. સર્વ ધર્મને સાર એ છે કે તેમાં દર્શાવેલા ઉપાયવડે આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માનું સ્વરૂપ અનુભવવું જોઈએ. ધર્મશાસ્ત્રોમાં વારંવાદા, મમતા, કલેશ કરીને હવે દુનિયાને પાછી અજ્ઞાનરૂપ અંધકારમાં ન ધકેલવી જોઈએ. શ્રી મહાવીર પ્રભુના સત્ય સિદ્ધાંત ઉપર પ્રમાણે છે તેમાં ફેલાવવાને હવે વખત આવી પહોંચ્યો છે. તેવા સિદ્ધાંતને ગ્રહણ કરીને ચાલનાર, પ્રીતિ હોય, મુસલમાન હોય, હિંદુ હોય, જૈન હોય, વેદાન્તી હોય, વા બદ્ધ ધર્મ હય, પારસી હોય તો પણ તે સામ્ય ભાવે મંગ આચરીને અર્થાત સંસારમાં જલપંકજવત નિલેપ રહીને મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. ગૃહી હાય વા ત્યાગી હોય પરંતુ તે ઉપર્યુક્ત દશાને પ્રાપ્ત કરી કર્મયોગી બની પરમાર્થનાં કાર્યો કરી મુક્ત બને છે. શાસ્ત્રોના કહેવા પ્રમાણે આત્મદશા પ્રાપ્ત કરવાથી મુક્તિ મળે છે પરંતુ શાને માનવા માત્રથી મુક્તિ થતી નથી. લકીરકી ફકીર ન બનવું જોઈએ. પરંતુ સત્યના ઉપાસક બની કર્મયોગી થઈ જૈન નામનું સાર્થક્ય કરવું જોઈએ. કોઈ ધર્મના સ્થાપક ઉપર અમને દ્વેષ નથી. શંકરાચાર્ય, રામાનુજ, મહમદ પયગંબર, જરથોસ્ત, ઇશુક્રાઈસ્ટ, બુદ્ધ વ્યાસ, કબીર, વલ્લભાચાર્ય, શ્રી મહાવીરભુ વગેરેના ગુણો ઉપર અમને રાગ છે. કોઈના સિદ્ધાંતપર વા કોઈ ધર્મસ્થાપક વ્યક્તિ પર દ્વેષ નથી, પરંતુ કોઈ શંકરાચાર્ય વગેરેએ જેનધર્મનું અા રીતિએ ખંડન કરવા પ્રયત્ન કર્યો હોય તે મારી દ્રષ્ટિ પ્રમાણે તેને સત્ય દૃષ્ટિએ જવાબ આપવા પ્રયત્ન કરેલ છે તેમાં દેષભાવ
18.
For Private And Personal Use Only