________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૮ )
નથી. શ્રી શંકરાચાર્યને સુર્યું તે જેમ શંકરાચાર્યે જણાવ્યું છે તેમ અમને પ્રત્યુત્તરમાં સમજાયું કે અમે જણાવ્યું છે તેથી શંકરાચાર્ય જે જૈન તોથી અવિરૂદ્ધપણે વૈરાગ્યાદિ ગુણે માટે જે લખ્યું તે કંઈ એકાંતે અમાન્ય નથી, પરંતુ સાપેક્ષપણે માન્ય છે. ધર્મના ઝઘડાઓ થાય છે ત્યારે આચાર્યો રજોગુણાદિ પ્રકૃતિવશ થઈ સત્યને પણ અસત્ય તરીકે મનાવવા હજારો યુક્તિ કરે છે. એવું પ્રાયઃ ખંડન મંડનમાં ઉતરેલ આચાર્યો વિઠાના ગ્રન્થમાં જોવામાં આવે છે, માટે મુમુક્ષેએ શ્રી મહાવીર પ્રભુએ ઉપદેશેલ માર્ગને પ્રાપ્ત કરી સત્ય ગ્રહવા પ્રયત્ન કરવો જોઈએ, જેને શાસ્ત્રમાં જેનાગોમાં વ્યાપ્ત શ્રી મહાવીર પ્રભુના બોધને પરિપૂર્ણ વાંચી તેને પૂર્ણ અનુભવે જે વિદ્વાને કરે છે તે કદિ પક્ષપાતના માર્ગનું અવલંબન કરતા નથી. જૈનધર્મમાં પણ સંપ્રદાય ભેદે અનેક ભેદ પડ્યા છે. તેમાં મૂલ તત્વ માર્ગ તરફ લક્ષ્ય દેવું જોઈએ. અને વિવાદમાં પડી મનેવૃત્તિને સલેપ કરી કમગથી ભ્રષ્ટ ન થવું જોઈએ, ધર્મના આચારવિચારે
ભેદે ફ્લેશ, ય, સ્વાર્થ, ઝઘડા, યુદ્ધ કરીને દુનિયાની પાયમાલી ન કરવી જોઈએ. ન્યાયધર્મ માર્ગથી ભ્રષ્ટ ન થવું જોઈએ. શુદ્ધ પ્રેમ, ભકિત સેવા, કર્મ, જ્ઞાન વગેરેથી હૃદયની શુદ્ધતા ઉરચતા કરીને આત્મતત્ત્વની શુદ્ધતા પ્રાપ્ત કરવી જોઈએ. હિંદુધર્મનાં પુસ્તકો વાંચે, ખ્રસ્તિ ધર્મનાં પુસ્તકો વાંચે, દ્ધ, મુસલમાન, પારસી, જેન વગેરે ગમે તે ધર્મનાં પુસ્તકો વાંચો પણ આત્માની શુદ્ધિ થાય, સદ્ગુણો પ્રાપ્ત થાય તે તરફ ખાસ લક્ષ્ય રાખો એજ અમારી માન્યતા છે તે પ્રમાણે વર્તીને મેક્ષપદને પ્રાપ્ત કરો. સાપેક્ષાઓને વિચાર કર્યા વિના અને મધ્યસ્થભાવ ધારણ કર્યા વિના સત્ય ધર્મની પ્રાપ્તિ થઈ શક્તી નથી. સર્વ ધર્મોને આત્મામાં અંતર્ભાવ થાય છે. માટે આત્મામાં સર્વ પ્રકારની વૃત્તિઓને નિમગ્ન કરવી જોઈએ. આત્મજ્ઞાન થયા વિના ભેદભાવ સંકીર્ણ દષ્ટિ વગેરેને નાશ થવાને નથી માટે શાસના આધારે આત્મતત્વ સમજાવવા પ્રયત્ન કરેલ છે. જેના ગમે, વેદાન્ત ગ્રો વગેરેનું નિષ્પક્ષપાત ભાવે અનુભવ વાચન કરવું અને કર્તાના આશો તથા તેણે કયાં સુધી અનુભવ કર્યો છે તેને પિતે જાતે ઉંડા આત્મામાં ઉતરીને અનુભવ કરવો. આ દુનિયામાં ધર્મપુસ્તકને, ઔષધીઓ-દવાની પિઠ પાર નથી, જેનાથી રાગદ્વેષની વૃત્તિઓ ટળે અને આત્માને આનંદ પ્રાપ્ત થાય એવાં ધર્મ પુસ્તકનું અવલંબન લેઈ આત્મામાં તે પુસ્તકને પરિણભાવવા અને પછી કર્મયોગી જ્ઞાની બની કર્તવ્ય કર્મો કરવાં અને
For Private And Personal Use Only