________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તને ઉદ્ધાર કરેલ છે. અનંત આકાશની પેઠે શ્રી મહાવીર પ્રભુ કથિત જૈન દર્શન વિશાળ છે. તેમાં જેઓ સાંકડી દષ્ટિ ધારણ કરે છે તે શ્રી મહાવીર પ્રભુના સત્યધર્મની નજીક આવી શક્યા નથી. શ્રી શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વ્યાસ વગેરે વિદ્વાનોએ પોતપોતાના સિદ્ધાંતોની પુષ્ટિ કરી છે, અને અન્ય ધર્મોનું ખંડન કર્યું છે, પરંતુ તેમ કરવા જતાં સાપેક્ષ દૃષ્ટિની વિશાળતા વિના અન્ય ધર્મોનાં સત્યતોને કચરી નાખ્યાં છે તેથી ભારત દેશની અધ્યાત્મતત્વ વિદ્યાને હાનિ પહોંચી છે. ગમે તે ધર્મને માનનાર હોય પરંતુ તેણે અન્ય ધર્મનાં સત્યો ઉપર ઢાંક પિછોડે ન કરવું જોઈએ. જૈનધર્મના તીર્થકર મહાવીર પ્રભુએ વેદાદિમાં જે જે સત્ય વિચારે કહેલા હતા તેને અપેક્ષાએ સમજાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ અવિદ્યાના કાલમાં ધર્માધતા વધવાથી ખરાબ પરિણામ આવ્યું. સર્વ દેશના લોકે હવે સત્ય શોધવા લાગ્યા છે. ઈશ્વર, આત્મા, કર્મ વગેરે ત ની માન્યતાઓ સંબંધી સત્ય શોધવા મધ્યસ્થપણે કેટલાક વિદ્વાને પ્રયત્ન કરે છે. હવે શ્રી મહાવીર પ્રભુએ દર્શાવેલ સાપેક્ષ દષ્ટિોને લેક વિદ્વાને માન આપવા લાગ્યા છે. હારૂં તે સાચું નહીં પરંતુ સાચું તે મહારૂં એવા વિચારે રૂપી મહાવીર પ્રભુના સિદ્ધાંતને પ્રચાર થવા લાગ્યો છે. બહિરાભા, અન્તરામા અને પરમાત્મા એ ત્રણ પ્રકારની આ માની દશાને અનુભવ કરવા પ્રયત્ન થવા લાગ્યા છે. મિથ્યાત્વ મેહ વગેરે યુકત તે બહિરાત્મા. આત્મામાં આત્મત્વ દેખાડનાર અન્તરાત્મા, આત્માની પૂર્ણ શુદ્ધતા તે પરમાત્મતા. એમ ત્રણ પ્રકારે આત્માનું સ્વરૂપ જેનશામાં દર્શાવવામાં આવ્યું છે. અવિદ્યાને મિથ્યાત્વ કહેવામાં આવે છે. માયાને કર્મ કહેવામાં આવે છે. માયાના પતિને આત્મા શંભુ કહેવામાં આવે છે. આત્માને ઉપાધિ ભેદે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર કહેવામાં આવે છે. સર્વ જીવોના સમૂહનેસમષ્ટિને વૈરા ભગવાન કહેવામાં આવે છે. સર્વ પ્રકારના તેજસયુકત શરીર સમૂહને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. આ પ્રમાણે વેદાંત પરિભાષાએને જૈન પરિભાષા સાથે સરખાવીને સત્ય ગ્રહણ કરવામાં આવે તે પરસ્પરમાં ઘણું સામ્ય અને છેવટે મુકિતરૂ૫ ધ્યેયને પ્રાપ્ત કરવામાં સત્ય સમભાવને પ્રાપ્ત કરવામાં આવે છે. પરમાર્થવૃત્તિઓ પ્રવૃત્તિ કરવી અને અશુભ રાગદ્વેષને ત્યાગ કરી સ્વાધિકારે કામ કરવામાં ઉપયુક્ત આત્મતત્વનું જ્ઞાન અત્યંત ઉપગી છે. સર્વ દર્શનના શાસ્ત્રાવડે આત્માનું સાપેક્ષ દૃષ્ટિએ નાન કરીને ખરા કર્મયેગી બની મેક્ષ માર્ગ આરાધ એજ આ
For Private And Personal Use Only