________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જડના આવિર્ભાવરૂપ માનવાને દેરાય છે. મરણ સમયે આ જડ દેહના વિનાશ સાથે સર્વને અંત થશે અને તેથી ક. દાચ જીવ જેવી કઈ વસ્તુ હશે તે તેને પણ દેહની સાથે નાશ થશે એમ તેઓ માને છે. આ માન્યતા પુનર્જન્મના મતરૂપી વૃક્ષને કુહાડા સમાન થઈ પડે અને પુનર્જન્મના અસ્તિત્વ સંબંધી શંકા થતાં કર્મને નિયમ પણ અસત્ય ભાસે છે, અને આત્મા, તેનું અમરણપણું, પુનર્જન્મ, કર્મ વગેરે સિદ્ધાંત ઉપર રચાયેલાં સર્વ શાસ્ત્ર પણ તેમની દષ્ટિએ ખસી ગયેલા મગજની કલપનારૂપ લાગે છે. આવી રીતે એક જીવતત્વ નહિ માનનાર સકળ શાસ્ત્રોને અસત્ય લેખ છે. માટે ગ્રંથાર તે જીવતવના અસ્તિત્વ સંબધી લોકોને ખાત્રી કરી આપવાની ઘણી જરૂર છે. જે કે એવા ઘણા થોડાજ માણસો આપણ નજરે પડશે કે જેઓ આત્માના અસ્તિત્વ સંબંધી તેમને શંકા છે એમ ખુલ્લી રીતે કબુલ કરે, પણ તેઓના આચાર અને વર્તન પ્રતિ દષ્ટિ કરતાં, આત્માના અસ્તિત્વમાં તેઓને શ્રદ્ધા ન હોય, તેવું વર્તન તેઓનું જોવામાં આવે છે. માટે તેવા શંકાશીલ હદને આત્માના અસ્તિત્વમાં અને તે દ્વારા તેના નિત્યત્વમાં શ્રદ્ધા કરાવી શકાય તે તેના જે માટે ઉપકાર બીજો એક પણ નથી.
- આત્મતત્ત્વની સિદ્ધિ અર્થે અનેક પ્રકારની વિચાર શ્રેણિઓનું આલંબન લઈ શકાય. તે સઘળી વિચાર છે. ણિઓ જો આપણે અત્રે રજુ કરીએ તે એક બીજો ગ્રન્થ ભર પડે, માટે અત્રે તે એક સર્વજનમાન્ય કરે તેવી
For Private And Personal Use Only