SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ તે જેટલે શ્રમ લેવા તે તૈયાર થાય છે, તેટલે જ શ્રમ જ્ઞાતિ જનને વાસ્તે લેવાને પણ તેણે તત્પર રહેવું. પછી દેશના સર્વ મનુષ્ય તરફ એવી ભાવના તેમજ વર્તન રા ખવું, તે ભાવનાને વધારીને પછી આખા જગતના સર્વ માનબંધુઓ તરફ તેણે તેવી વૃત્તિ રાખવી, પછી જગતના પ્રાણીઓ સાથે, પછી વનસ્પતિ છેવટે જેનામાં પ્રાણ છે તે સર્વ તરફ આત્મભાવના તેણે રાખવી, અને વર્તન પણ તેવું રાખવું. આવી ભાવના રાખનારને સવ મિત્ર થાય છે. તે કોઈને શત્ર થતું નથી, અને કઈ તેને શત્રુ થત નથી, આ રીતે મૈત્રી ભાવથી પ્રેમભાવથી-ભ્રાતૃભાવથી–તે સર્વને એક સરખી રીતે રહાય છે, તેથી તેને રાગ કે દ્વેષ ઉત્પન્ન થતું નથી. જ્યાં રાગદ્વેષ ઉત્પન્ન ન થાય, ત્યાં મન નિર્મળ થાય છે, તેને સમય સર્વદા આનંદમાં જાય છે. તેનું મન ઉગ રહિત અને શાંત થાય છે. આ રીતે શાંત મન ઉપર આત્મ સૂર્યને પ્રકાશ બરાબર રીતે પડે છે અને તેને આત્મજ્ઞાન થાય છે. વળી જે જ. ગના છનું દુઃખ દૂર કરવાનું વ્રત લે છે, તે આત્મજ્ઞાની થાય છે. ઉચે ચઢવાને ઉત્તમમાં ઉત્તમ માર્ગ દયા છે. દુઃખ દૂર કરવાની વૃત્તિ એ ભાવદયા છે. તે આત્માને ધર્મ છે. તે સર્વનું કલ્યાણ કરવા ઇરછે છે, સવિનું દુઃખ ટાળવા ઈચ્છે છે. જ્ઞાન, સત્તા, ધન, બળ વગેરે જે જે તેને મળેલાં છે, તે સર્વ પાપકાર વાતે છે. એ તે સારી રીતે સમજે છે. કેઈ પણ રીતે જગતના જનું દુઃખ ટળે, અને તેઓ સુખી થાય, એવી ભાવના For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy