________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
સર્વદા તેના દિલમાં રહ્યા કરે છે, અને તે દુઃખ દૂર કરવાના ઉપાય શોધી, અમલમાં મૂકે છે. પારકાનું દુખ દૂર કરવું એજ તેનું વ્રત છે.“સવી જીવ કરૂં શાસન રસી-એસી ભાવ દયા મન ઉદ્ભસી” વગેરે ભાવના ઉત્પન્ન થાય છે. આવા દયાના કાર્યથી, પારકાનું દુઃખ દૂર કરવાની ખરી વૃત્તિથી તીર્થંકર નામકમ બંધાય છે. જે ભાવ પર પકાર વૃત્તિ થી તીર્થંકરપણું પ્રાપ્ત થાય તે પછી સામાન્ય કેવળી પણું પ્રાપ્ત થાય તેમાં આશ્ચર્ય શું! મનુષ્ય ગમે તે ભણેલે હેય, ગમે તે ધનાઢય હેય, ગમે તે બલવાન હોય; ગમે તે સત્તાધારી હેય, પણ જે તેનામાં આ દયાને ગુણ ન હોય તે તે મનુષ્યની વિદ્વતા, ધન, બલ અને સત્તા ન કામાં છે, જગતને ભારરૂપ છે, અને કેટલીકવાર તે બીઃ જાને અનર્થકારી પણ થાય છે. કહ્યું છે કે,
परोपकाराय सतां विभूतयः સારા મનુષ્યની વિભૂતિઓ બીજાના ભલાં વાતેજ હોય છે. એક આત્મિક વિષયને ચર્ચતા પુસ્તકમાં લખ્યું છે કે “Inaction in an act of mercy is an act in a deadly sin” દયાના કામમાં ભાગ ન લે તે ભયંકર પાપના કામમાં ભાગ લેવા બરાબર છે;” કોઈની હિં. સા તમે નથી કરતા એટલે અંશે સારું છે, પણ તેના કરતાં પણ એક આગળનું પગલું છે, તે તમને એમ જ. ણાવે છે કે “ દયા કરે, લોકેનું દુઃખ દૂર કરવા બનતું કરે અને જગતને સુખી કરે” કારણ કે છતી શક્તિએ જે મનુષે દયાનાં કામ કરતા નથી, તેઓની.
For Private And Personal Use Only