________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮ એને એક સરખી રીતે નિહાળે છે. હીરો અને કેયલે બને એકજ કાર્બન તત્વનાં બનેલાં છે, એમ તે જાણે છે, તેથી બનેને સમાન લેખે છે. સઘળા પગલિક પદાર્થો એકજ પુદ્ગલ દ્રવ્યના જુદા જુદા આવિર્ભવ-પર્યાય છે, તે એકમાં શું વિશેષ રાચવું અને બીજામાં શું ઓછું રાચવું? એ તેને ભેદ ભાવ લાગતું નથી. તેને મન તે ઘાસ અને મણિ, તેમજ કેહીનૂર અને કાચ બધાં સરખાં લાગે છે. વળી માન અપમાન તરફપણ તે સમ બુદ્ધિ રાખી શકે છે. તે સમજે છે કે કઈ માન આપે છે તેથી આત્મામાં કાંઈ વધી જતું નથી, તેમજ કેઈ અપમાન કરે તે આ મામાંથી કાંઈ ઘટી જતું નથી. માન અને અપમાન ઉ. પાધિને લગતાં છે, આત્મા તે ખરેખર ઉપાધિ રહિત છે, માટે તેને માન અપમાન લાગી શકે નહિ, આવી ભા. વના રાખી માન કે અપમાનમાં તે સમવૃત્તિ જાળવી શકે છે. આ પ્રમાણે તેનામાં સમભાવ પેદા થાય છે; એ સમભાવ જેનામાં પ્રાદુર્ભાવ થયે; તે મોક્ષને અધિકારી થયે. સબંધ સિત્તેરી ગ્રન્થમાં કહ્યું છે તે.
सेयंवरो व आसंवरोव बुद्धो अहव अन्नोवा ।। समभावभावि अप्पा लहइ मुख्खं न संदेहो ॥
કવેતાંબર હોય, કે દિગંબર હોય, બિદ્ધ હોય કે અન્ય કઈ હોય, પણ જેના આત્મામાં સમભાવ જાગૃત થયે તે અવશ્ય મેક્ષ મેળવે છે, એમાં જરા પણ સંદેહ નથી.
For Private And Personal Use Only