________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭ तदाऽऽत्मनो मुक्तिसिद्धिरवधायो।। ९९ ॥ આ અવતરણું–જે નિશાન ઉપરથી આત્મા સિદ્ધિપદને લાયક થયેલા છે, એવું અનુમાન કરી શકાય તે નિશાન આ લેકમાં ગ્રંથકાર પ્રકટ કરે છે..
અર્થ–જેની શત્રુ અને મિત્ર તરફ, માન અને અને પમાન તરફ, તેમજ ઘાસ અને મણિ તરફ સમાન બુદ્ધિ થયેલી છે, તે આત્માની મુકિત સિદ્ધ થયેલી છે.
ભાવાર્થ-–આત્મજ્ઞાનીનું ચારિત્ર લક્ષણ આ લોકમાં જણાવવામાં આવેલું છે, આત્મજ્ઞાનીનું ચારિત્ર કેવી રીતે એળખી શકાય, તેને માટે આ લક્ષણ આપવામાં આવેલું છે. જે મનુષ્યને આત્મજ્ઞાન ખરી રીતે થયેલું છે, જે મનુષ્ય જડ અને ચેતન વચ્ચેનો ભેદ યથાર્થ સમજે છે, તે મનુષ્ય સર્વમાં સમાન આત્મતત્વ નિહાળે છે. ઉપાધિથી વિટાલાયેલું હોવા છતાં પિતાનાના જેવુંજ પ્રકાશિત આત્મ જતિ સર્વમાં રહેલું છે, એમ તે જાણે છે; જ્યારે આ જ્ઞાન થયું ત્યારે ભેદભાવ ટળી જાય છે, સમભાવ ઉત્પન્ન થાય છે, અને શત્રુ અને મિત્રને તે સમાન તરીકે લેખે છે. તેને મન તે કઈ શત્રુ છે જ નહિ, પણ જે લેકે તેના ઉપર શત્રુભાવ રાખતા હોય, તેવા શત્રુઓ ઉપર પણ તે મિત્રના જેટલેજ ભાવ રાખે છે. તે સર્વને પોતાના આત્મ બંધુ તરીકે અનુભવે છે. વળી જડ વસ્તુ ઉપર તેને વૈરાગ્ય પેદા થાય છે. આપણે જડ વસ્તુઓમાં કેટલીક વધારે કીમતની માનીએ છીએ, પણ પિદ્ગલિક વ. સ્તુની ખરી કીંમત જાણું છે, તે તે સર્વ પિગલિક વસ્તુ
For Private And Personal Use Only