________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણે તે પૈડું હલાવીશું, માટે તે વધુ ફેરવવાનું બંધ કરે, અને વહાણ જેમ ચાલે તેમ જવાદે. તે કપ્તાનને હકમ માનવામાં આવ્યું, અને પછી તે વહાણ જેમ તેમ ફરતું ફરતું ખરાબા પર ચઢી અથડાઈ ભાગી ગયું, અને જે કેટલાક ખલાસીએ તેમાંથી બચ્ચા, તેઓ તે મૂર્ખ કપ્તાનની મૂખાઈ ઉપર હસતા હતા. આપણને પણ તે કપ્તા નની મૂર્ખતા ઉપર હસવું આવે છે, પણ જરા વિચાર કરીએ તે આપણને જણાશે કે આપણે પણ કપ્તાનના જેવાજ મૂર્ખ છીએ. શું તમે વહાણ કરતાં પણ વધારે નાજુક અને વધારે કીમતી કાંઈક વસ્તુના કપ્તાન નથી? શું તમે તમારી જીંદગીના તમારા મનના કપ્તાન નથી? તેમને બરાબર હંકારવાને, સંયમમાં લાવવાને તમે કેટલું ધ્યાન આપે છે ? તમે શું મનને તે વહાણની માફક જેમ તેમ ભટકવા દેતા નથી ? શું તમે રાગદ્વેષના પવનથી તે મનરૂપી વહાણને જ્યાં ત્યાં અથડાવા દેતા નથી ? શું તમારે આત્મા મનને ખરેખર કપ્તાન છે? શું તમે તમારા મનને સાધ્ય વસ્તુ સિદ્ધ કરવાના સાધન તરીકે વાપરી શકે છે જે તમે આ બધું ના કરી શકતા હેતે તમે પણ તે મૂર્ણ કપ્તાન જેવા છે, અને જેમ તે મૂર્ખ કતાને પિતાને અને પોતાના સંબંધીઓને પ્રાણ બેવરા, તેમ તમે પિતે પણ મનને સંયમાં નહિ રા. ખીને તમારું આખું જીવન નિરર્થક ગુમાવે છે. માટે ઈન્દ્રિ અને મનને વશ રાખવાં એજ સાર છે; અને જે ઈન્દ્રિ અને મનને વશ રાખી શકે છે, તે જ ખરી રીતે
For Private And Personal Use Only