________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મ મરણના ચક સાથે આપણને બાંધનાર મેહ છે.તે મેહ મેહ છે. ઉપજાવી આપણને ઠગે છે, તે મિત્રરૂપમાં આપણે શત્રુ છે. તેના અનેક સુભટે છે. કામ, ક્રોધ, માન, માયા, લેભ, અજ્ઞાન, અશ્રદ્ધા વગેરે તેના સુભટે છે, તે એકેક સુભટ જુદા જુદા આકારમાં જુદા જુદા સ્થાનમાં આપણને લલચાવે છે, ફસાવે છે તે આપણી સામે આવી લડત નથી, પણ તેની કપટ જાળ એવી આકર્ષક રીતે ફેલાવે છે કે આપણું જ્ઞાન અવરાઈ જાય છે. અને આપણે તેના પાસમાં જાણતાં છતાં લપટાઈ જઈએ છીએ; તે મેહ રાજાને જીતવાને પણ આત્મા સમર્થ છે. આપણા સ્વરૂપનું આત્માની અનંતશકિતનું આપણને ભાન નથી, આપણે અજ્ઞાની છીએ, તેથી આપણે અજ્ઞાનતાને લાભ લેઈ આ મેહ આપણને ભમાવે છે, ફસાવે છે. લલચાવે છે, અને દુઃખમાં નાખે છે. પણ જ્યાં ગુરૂ કૃપા દ્વારા આત્મસ્વરૂપ બુદ્ધિથી પ્રથમ જાણવામાં આવ્યું, અને તે જ્ઞાનપર સંપૂર્ણ શ્રદ્ધા (દર્શન) રાખી તદનુસાર વર્તન રાખવામાં આવ્યું કે અજ્ઞાન પડળ ખસવા માંડે છે, મહારાજાનું સામર્થ્ય ઓછું થાય છે. અને આત્માનું જ્ઞાન વિશેષ વિશેષ પ્રકાશવા માંડે છે આત્મા તુચ્છ છે, હલકે છે, પાપી છે, અધમ છે, એવી ભાવના ભાવવી તે ચકવત્તીને એક ગરીબ લેખવા સમાન છે. આ ત્મા હીન નહિ પણ ઉચ્ચ છે, અધમ નહિ પણ ઉત્તમ છે, ગરીબ નહિ પણ રૂદ્ધિવાનું છે. માટે હમેશાં તેવી ભાવના રાખવી, અને તે ભાવના અનુસાર વર્તન પણ રાખવું. જ્યાં સુધી આમરૂપ કેસરી પિતાનું સિંહત્વ દા.
For Private And Personal Use Only