________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨ બે નામને એકજ અર્થ થાય છે જે કમરૂપ શત્રુઓને જીતે છે–હરાવે છે, મારી નાખે છે, તે શત્રુંજય જાણ કહેવાને ભાવાર્થ એ છે કે રાગદ્વેષરૂપ શત્રુઓને હરાવવાના સામર્થ્ય વાળો આત્મા છે; વળી આમા ભવ્ય વૃન્દને ઉપદેશ આપનાર છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને તેને સ્વભાવ પર પકારી છે, તેથી તે જ્ઞાનને બીજાને ઉપદેશ આપે છે. ખરે જ્ઞાની જ્ઞાન મેળવી બેસી રહે. નથી, પણ તે જ્ઞાનને પોતાનાથી ઓછા જ્ઞાન વાળા પોતાના માનવ બંધુઓને લાભ આપે છે. જ્ઞાન પરોપકાર સારૂ જ છે; અને જે લેકે તેને પરોપકારમાં ઉપયોગ કરે છે, તે જ ખરા જ્ઞાની કહી શકાય. આત્મા પિતાની મેળે જ જણાય ને ગુરૂ તે ઉપદેશ આપે, પણ તે ઉપદેશ પ્રમાણે ચાલીને જ્યારે શિષ્યને આત્મા આત્માને અનુભવવાનો પ્રયત્ન કરે ત્યારેજ આત્માથી તેને અનુભવ લેઈ શકાય. ગુરૂ બોધ આપે, પણ શિષ્ય તે પ્રમાણે ન વર્તે તે એકલા બધથી ઝાઝે લાભ થાય નહિ, ગુરૂ પણ સાધન છે, જે કે ઉત્તમોત્તમ સાધન છે, પણ ખરૂં આત્મ જ્ઞાનનું ઉપાદાને કારણ તે આત્મા છે. માટે સ્વસંવેદ્ય-એટલે પતાની મેળે જણાય તે આત્માને ગણેલે છે. આત્મા શ્રીમાન છે; શ્રી એટલે લક્ષમી; આત્મા પાસે કાંઈ બાહ્ય ધૂળ ધન નથી, પણ આત્મા પાસે આત્મિક લક્ષ્મી એટલી બધી છે કે તેનું સ્વરૂપ આપણું ક૯૫વામાં પણ આવી શકે તેમ નથી. વળી આત્મિક લક્ષ્મી ક્ષણિક નહિ પણ શાશ્વત છે.
For Private And Personal Use Only