________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
•
પ્રમાણે અર્થ થઈ
તુષ્ટ થાય છે. આત્માને મુકિતરાજ આ Àાકમાં કહેવામાં આવેલે છે; તેના શકે તેમ છે. મુક્તિ પુરીના રાજા તે મુક્તિરાજ; અથવા તે મુકિત પ્રાપ્ત કરવાથી તે રાજે છે-શાલે છે, તેથી મુક્તિરાજ કહેવાય છે. મુકિતના રાજા થવાને શિવ લક્ષ્મી વરવાને, અન'ત આત્મિક આનદ અનુભવવાને આપણા આત્મા સામર્થ્ય ધરાવે છે. આવા આત્મા તું પાતે છે, એમ જાણુ અહા ! આત્માનું સામર્થ્ય કેટલું બધું છે ! આત્માના મહિમા કેટલે અ પૂર્વ છે! તેની શકિત કેટલી અગણ્ય છે! ખરેખર આ પણે અજ્ઞાનમાં ગોથાં ખાઇએ છીએ, આપણા સ્વાભાવિક દિવ્ય હક્ક ભુલી જઈએ છીએ, અરે પામર મનુષ્યની માફક આથડીએ છીએ ! કેટલી અજ્ઞાનતા ! વળી આત્મા નિષ્ક્રિય છે; ક્રિયા રહિત છે, વ્યવહારનયથી આત્મા દ્રિયાદિથી ક્રિયા કરે છે, માટે તે સક્રિય કહેવાય છે. પણ આત્મા નિશ્ચયથી તેા નિષ્ક્રિય છે, વ્યવહારમાં ક્રિયા આત્માને લાગુ પડતી લાગે છે, પણ વસ્તુત: આત્માના સ્વભાવ નિષ્ક્રિય છે, આવા ગુણવાળા આત્માતું પોતે છે, એમ જાણુ, અનુભવ કરી લે, એટલે તુ પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ, એજ સાર છે.
श्लोकः
शत्रुंजयस्स्वभावन, भव्य वृन्दनिबोधकः ॥ स्वसंवेद्यः सदा श्रीमान् केवलज्ञानभास्करः ॥९४॥
For Private And Personal Use Only