________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वीतरागो-रागद्वेषादिरहितः। कृतार्थकः-कृतकृत्यस्त्वं भवसि । आत्मधर्मरहस्यमन्यद्रव्येषु कुत्रापि न लभ्यम् । तर्हि बाह्यपौद्गलिकविषयेषु किं हे चेतन वृथा प्रधावसिं नैव मरुमरीचिकाजलवद् बाह्यविषयेषु कुत्रापि कदापि लप्स्यते ।। ८७ ॥
અવતરણ–આત્મધર્મનું રક્ષણ કરવાથી આત્મા કે થાય છે, તે હવે ગ્રન્થ કર્તા દર્શાવે છે.
અર્થ આત્મા વિશ્વનો સ્વામી છે, આ ભુવનમાં સૂર્ય સમાન છે, વીતરાગ છે, કૃતાર્થ છે; ખરૂં તત્ત્વ આત્મા સિવાય બીજે કઈ સ્થળે મળતું નથી. માટે તું ફકટ કયાં દોડે છે. ૮૭ છે - ભાવાર્થ–આ જગતને સ્વામી આત્મા છે. આ જગત્ ષડુદ્રવ્યનું બનેલું છે. ષડૂ દ્રવ્યની બહાર કઈ પણ વસ્તુ નથી. તે ષડૂ દ્રવ્યને સ્વામી આત્મા છે, માટે આ
મા વિશ્વને સ્વામી ઈશ છે, અને તેથી તેને વિશ કહેનવામાં આવે છે. વળી ત્રણ ભુવનમાં આત્મા સૂર્ય સમાન છે. જેમ સૂર્ય વડે બધા પદાર્થ દેખી શકાય છે, તેમ આ
ત્મા વડે જગતના સર્વ પદાર્થો જાણી શકાય છે. સૂર્ય તે રાત્રે દેખાતે પણ નથી, પણ આત્મારૂપી સૂર્ય દિવસે તે મજ રાત્રે એક સરખી રીતે પ્રકાશ આપે છે, જે વડે સર્વ દ્રવ્યનું, અને તેના પર્યાનું જ્ઞાન થાય છે. સૂર્યને વાદળ ઢાંકે છે, પણ આમરૂપ સૂર્ય તે સર્વદા પ્રકાશે છે. વળી આત્મા વીતરાગ રાગ રહિત છે. રાગ એટલે મારાપણાને
For Private And Personal Use Only