________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીધે કઈ વસ્તુ અથવા જીવની ઉપાધિ તરફ થતી આસક્તિ આ આસક્તિ ખરી રીતે આત્માની નથી, કારણ કે આત્મા વસ્તુતઃ રાગ રહિત છે. જે રાગ રહિત હોય તેજ ઠેષ રહિત પણ હોય કઈ વસ્તુ ઉપર આપણને રાગ થશે હોય, અને તેવામાં તે ન મળે તે તે ન મળવામાં વિદન કરનાર ઉપર દ્વેષ થાય છે. માટે રાગ એજ શ્રેષનું કારણ છે; પણ આત્મા તે રાગ દ્વેષ રહિત છે, વળી આત્મા કૃતાકૃતકૃત્ય છે. તે પિતાની અંદરજ સંતોષ માને છે. તેને બાધાથી સુખ મેળવવાનું નથી, જે તત્વ છે તે આ મામાં જ છે. હાર ગમે તેટલું શોધવામાં આવે તે પણ તે મળતું નથી. કારણ કે અંતરમાં જે તત્વ હોય તે બાહ્ય વિષયોમાં ક્યાંથી મળી શકે ! માટે જ આ ગ્રંથકાર બંધ આપે છે કે, તમે તે બાહોમાં ક્યાં શોધે છે ! તમે તે શેધવાને ભુલા કયાં ભમે છે? અંતરમાં તેની તપાસ કરે, ત્યાં જ તે જડશે. બીજે કઈ સ્થળે તે મળવાનું નથી. જે લોકો સમજુ હોય છે, તે આ બાબત ઝટ સ્વકારી લે છે. પણ અજ્ઞાની મનુષ્ય બાહ્ય વિષયમાં તે શોધે છે, અથડાય છે, દુઃખ ખમે છે, અને છેવટે થાકીને અંતર્મુખ વળે છે, માટે થાકીને તે કામ કરવું પડે તેના કરતાં પ્રથમથી જ તે કામ કરવામાં આવે તે વિશેષ લાભ થાય.
अवतरणम्-आत्मज्ञानेनैवात्मना सम्यक्त्वं प्राप्यत इति व्याचष्टे ।
For Private And Personal Use Only