SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ ઇન્દ્રિયની અપેક્ષાએ અરૂપી કહીએ છીએ; પણ તે કેવળ અરૂપી નથી, કારણ કે કેવળી ભગવાન તે તેને જાણ શકે છે, માટે તેમની અપેક્ષાએ તે તેના અસંખ્યપ્રદેશ સ્વરૂપી માનીએ તે, સમજવા પ્રમાણે અનુચિત ગણાશે નહિ. કારણ કે અસંખ્યપ્રદેશની અરૂપી વ્યક્તિ છે, તેજ તેનું સ્વરૂપ છે. વળી આત્મા નિરજન છે. કેઈ પણ પ્રકારના અંજન-ડાઘ રહિત છે, એટલે તે શુદ્ધ સ્વરૂપી છે. વળી તે નિર્લેપ છે. કર્મમલના લેપથી તે રહિત છે. કમ મળ સર્વ ઉપાધિ આશ્રયી છે. શુદ્ધ આત્માને કમળ લાગતું નથી. સૂર્યનાં કિરણ કાદવમાં પડે, ત્યારે આપણને તે કિરણ કાદવથી ખરડાયેલાં લાગે છે, અને સૂર્ય અશુદ્ધ થયે એમ આપણે કહીએ છીએ, પણ જ્યારે સૂર્ય પ. તાનાં કિરણ અંતર્મુખ વાળે છે, ત્યારે તે મળ તેની સાથે જતો નથી. તેવી રીતે આત્મા દેહને લઈને કર્મ મળથી ખરડાયલે ભાસે છે, પણ જ્યારે ધ્યાનમાથી આત્મા અંતમુખે વળે છે, અને પિતાનું સ્વરૂપ નિહાળે છે, ત્યારે આ મળ ત્યાં જઈ શકતા નથી, માટે તે નિલપ કહેવાય છે. અને તે કૈવલ્ય-સંપૂર્ણ જ્ઞાનથી પ્રકાશે છે. કૈવલ્ય જ્ઞાન બહારથી મેળવવાનું નથી, તે આમામાંજ રહેલું છે, આત્મામાં તે રહેલું છે, એ જાણવું એજ તે મેળવવા સ. માને છે. માટે ઉપર જણાવેલું આત્માનું સ્વરૂપ સમજી તે અનુભવવાને પ્રયત્ન કરે, એટલે આપણામાં તિરોહિત રહેલું કેવલ જ્ઞાન પણ વખત આવતાં પ્રકટી નીકળશે. For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy