________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિતિ ઉચ્ચમાં ઉચ્ચ છે. તે મળ્યા પછી કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી. તેને વાસ્તે આરંભ કરે જઈએ. તે આરંભ પ્રથમ ઈન્દ્રિય નિગ્રહથી થવો જોઈએ. ઇન્દ્રિયને કાબુમાં રાખવાની નાની નાની બાબતમાં ટેવ પાડવી જેઈએ. મન એ ઈન્દ્રિયેનું સ્વામી છે. ઈન્દ્રિયરૂપ ઘોડા વિ. ષયના માર્ગે દેડી જતા હોય, તેમને પ્રથમ મનરૂપ લગામ વડે વશ કરવા જોઈએ. ઈદ્રિયોની ઈચ્છા પ્રમાણે ચાલવાને બદલે ઈન્દ્રિયેને તમારી યેચ્છા પ્રમાણે ચલે. તમારા મનની સાથે કેટલાક નિયમ છે. મનથી અમુક પ્રકારે ચાલવાનો નિશ્ચય કરે; અને ઇન્દ્રિયથી દેરાઈ નહિ જતાં ઇન્દ્રિયને વશ રાખે, અને તમારા મનથી નિશ્ચિત કરેલા નિયમ પ્રમાણે વર્તે. આ કામ પ્રથમ કઠિન લાગશે. ઈ. ન્દ્રિયે હમેશના રીવાજ મુજબ પિતના વિષયે ગ્રહણ કરવાને તત્પર થઈ જશે, પણ તે વખતે તમારે તમારું માનસિક બળ વાપરવાનું છે. તે વખતે તમારે ઈન્દ્રિયને જણાવવું જોઈએ કે “હું તમારે સ્વામી છું, હું તમને મારી આજ્ઞા પ્રમાણે ચલાવીશ.” આવી રીતે જુદે જુદે પ્રસંગે જુદી જુદી ઇન્દ્રિયોને વશ રાખવાને પ્રારંભ કરે. ખરી વાત છે કે કેટલીક વાર ઈન્દ્રિયે એટલું બધું પ્રાબલ્ય દાખવશે કે તમારા મનના દઢ નિશ્ચયને ડગાવી દેશે, અને તમે ઇન્દ્રિયને આધીન થઈ વર્તશે. પણ તેથી જરા પણ ડગશે નહિ, જરા પણ હીમ્મત હારશે નહિ. તે બનાવને તમારી ભુલ તરીકે સ્વીકારો. ફરીથી આધીન નહિ થ. વાને વિચાર દઢ કરો. આમ કેટલીક વાર ઠોકર ખાધા
For Private And Personal Use Only