________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
તે જે ગાય કે ભેંસ ખાય તે દુધ રૂપે પરિણમે, વળી તેને કેટલેક ભાગ વિષ્ટારૂપે પણ બદલાઈ જાય; વળી તે વિષ્ટા ક્ષેત્રમાં અનને ઉત્પન્ન કરવામાં કારણ ભૂત થાય. આવી રીતે એક પુદ્ગલ સ્કધમાં અનેકરૂપે પરિણામ પામવાની શકિત રહેલી છે, વિશેષતે શું, પણ એવો એક પણ પુદૂગલ દ્રવ્ય સ્કંધ આ જગતમાં વિદ્યમાન નથી કે જેનામાં દરેક પ્રકારની પિગલિક શક્તિ ધારણ કરવાનું સામર્થ્યન હેય. જે પુદગલમાં આટલી શક્તિ હોય તે પછી આત્મપ્રદેશમાં અનંત શક્તિ હોય તેમાં આશ્ચર્ય જેવું નથી. આત્માના દરેક પ્રદેશ અનન્ત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર રહેલું છે. પણ આ સર્વ જેમ સૂર્ય વાદળથી આચ્છાદિત થાય, તેમ ઢંકાઈ ગયું છે. જેટલા પ્રમાણમાં વાદળ ખસતું જાય, તે પ્રમાણમાં સૂર્યને પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ. તેજ રીતે જેટલુ કર્મ ઓછું થતું જાય, તેટલી આત્મજયંતિ પ્રકટ થતી જાય છે. આત્મામાં કાંઈ નવી શક્તિ મ્હારથી આ વતી નથી, શક્તિ તો ત્યાંની ત્યાંજ છે; ફકત તેને પ્રકટ કરવાને તેને આવરણ કરનારાં કારણે દૂર થાય તે પ્રયાસ કરવાની જરૂર છે. આત્માના દરેક પ્રદેશે આટલી બધી શક્તિ - હેલી છે, તે પછી સંપૂર્ણ આત્માની કેટલી બધી શક્તિ હશે, તેને ખ્યાલ લખવા કરતાં અનુભવનારને વધારે સારી રીતે આવી શકશે. આત્માની કેટલી બધી શકિત છે, તેને જે તમારે ખ્યાલ લાવ હોય, તે આળસુની માફક બેશી ન રહેતાં ઉદ્યમવન્ત થાઓ, તમે જેટલું કામ હાલ કરી શકે છે, તેના કરતાં જરા વિશેષ કાર્ય કરવાનું માથે લ્યા. તમારામાં તે કરવાનું સામર્થ્ય છે, એવી ભાવના ભાવે, અને
For Private And Personal Use Only