________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७३
श्लोकः न ह्येकोप्युद्यमः कार्ये, एकान्तेनैव कारणम् ॥ यथायोग्यं हि विज्ञेयम्, कारणं दुःखवारणम् ६२ ___टीका-कार्ये मुक्तिरूपकार्ये एकान्तेनोद्यम एवैकः कारणं नास्ति । अपि शब्दात् स्वभावादयोऽप्येकान्तकारणत्वेन निराकृता वेदितव्याः तदेव साधयति हि यस्मात्कारणात् दुःखवारणं कारणं यथायोग्यं विज्ञेयम् ।। ६२ ।।
અવતરણ–ત્યારે શું ઉદ્યમ જ આદર અને બીજા કારણોને યાગ કરે, એવી શંકાનું નિરાકરણ કરતા ગ્રન્થકાર જણાવે છે કે –
અર્થ–કાર્ય સિદ્ધિ અર્થે એકલે ઉદ્યમ પણ એકાન્તપણે કારણ નથી. દુઃખને નિવારનાર કારણ યથાયોગ્ય જાણી લેવું. દૂર છે
ભાવાર્થ-ઉપરના કલેકમાં આપણે ઉદ્યમની વિશેષ પ્રશંસા કરી અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ઉદ્યમ જ પ્રધાન છે. એમ વિવેચન કર્યું તે ઉપરથી કદાચ કોઈ એમ માનવાને દોરાય કે ઉદ્યમ જ કારણ છે, અને બીજાં કારણે નિરર્થક છે, તે તેમ માનવું અયુકત છે, એમ જણવવાને ગ્રંથકાર લખે છે કે, એકલા ઉદ્યમને કારણપણે માનવે એ એકાન્તિક મત છે; અને તે સ્યાદ્વાદ અથવા અનેકાંતિક મત પ્રમાણે નયાભાસ યુક્ત છે. માટે ઉદ્યમ અને બીજા ચાર કારણે પણ કાર્ય સિદ્ધયર્થ જરૂરનાં છે.
For Private And Personal Use Only