________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચવે છે, આવા શિષ્ય પર સ્વાભાવિક રીતે ગુરૂના હદયથી પ્રેમની ઉમ જાગૃત થાય છે, જેના બળવડે મંદબુદ્ધિ વાળે શિષ્યપણ અહ૫ સમયમાં વિશેષ જ્ઞાની થાય છે ગુરૂતે સર્વ ઉપર સમાન દષ્ટિ રાખનારા હોય છે, છતાં પણ શિષ્યભક્તિ ગુરૂનું હૃદય ખેંચવા સમર્થ થાય છે..
ગુરૂને પાર્શ્વમણિની ઉપમા આ કલેકેમાં આપવામાં આવેલી છે, તે યુક્ત છે. લેઢા જેવી અધમ ધાતુને સુવશુંમાં ફેરવી નાખવાને પાકમણિને સ્વભાવ છે. તેના સ્પર્શ માત્રથી જ લેહ સુવર્ણ બની જાય છે, તે જ રીતે સદ્ ગુરૂના સમાગમમાં રહેવાથી જ સામાન્ય જન પણ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેના હલકા વિકારો નાશ. પામે છે, તેનું મન સ્ફટિક જેવું નિર્મળ થાય છે, અને તે આત્મિક રૂદ્ધિ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. ગુરૂને પ્રેમપૂર્વક હસ્ત શિરપર પડવાથી સઘળા હલકા રાગદ્વેષના વિચાર સર્વથા નાશ પામી જાય છે. અને આમિક પ્રકાશ મેળવવાને મન સરોવર તુલથ નિર્મળ થાય છે. ગુરૂ
એ ખરેખરા આધ્યાત્મિક કીમીયાગર છે. આપણાં હલકાં તને મેલ દૂર કરે છે, અને શુદ્ધ સુવર્ણ તુલ્ય આત્માને બનાવે છે. તેવા ગુરૂની સર્વદા આનંદપૂર્વક ભકિત કરવી તેમજ સ્તુતિ કરવી. ગુણાનુરાગ જેવો ઉત્તમ ગુણ આ જગતમાં બીજો એક પણ નથી. ગુણ માણસો આપણને આ જગતમાં ઘણુ મળી આવશે, પણ ગુણાનુરાગી પુરૂ કિવચિત જ નજરે પડે છે. ગુણાનુરાગી માણસને ઉચ્ચ સ્થિ તિ પ્રાપ્ત કરતાં જરા પણ ઢીલ થતી નથી. મહાન પુરૂ
For Private And Personal Use Only